Home સાબરકાંઠા મેડીકલ કોલેજ ખાતે આર.બી.એસ.કે. ટીમ દ્રારા કાન, નાક અને ગળાની બીમારીવાળા બાળકો...

મેડીકલ કોલેજ ખાતે આર.બી.એસ.કે. ટીમ દ્રારા કાન, નાક અને ગળાની બીમારીવાળા બાળકો માટે કેમ્પ યોજાયો

306
0

૧૧૨ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો ૩૭ બાળકોને વધુ સારવાર માટે સોલા હોસ્પિટલ રીફર કરાયા.સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK )અંતર્ગત 0થી 18 વર્ષ ના બાળકોને કાન, નાક અને ગળાની બીમારી વાળા બાળકો માટે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય સોસાયટી અને સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

RBSK ટીમના ડોક્ટરશ્રીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શાળાના બાળકોની એકવાર અને આંગણવાડીના બાળકોની બે વખત તપાસ કરવામાં આવે છે. જે દરમિયાન જન્મજાત બહેરા – મૂંગા બાળકો તેમજ સ્પીચ થેરાપીની જરૂરત વાળા બાળકોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવે છે.

આ કેમ્પમાં કુલ ૧૧૨ લાભાર્થી બાળકોએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદના નિષ્ણાત ENT સર્જન શ્રી દ્વારા GMERS હોસ્પિટલ હિંમતનગર ખાતે PTA( પ્યોર ટોન ઓડિયોમેટ્રિ ) અને OAE (ઓટો -અકોસ્ટિક એમિશન) જેવી જરૂરી તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. ૩૭ જેટલા બાળકોને વિશેષ સારવારની જરૂર જણાતાં તેમને સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વધું સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.

      આ કેમ્પમાં પ્રાંતિજ તાલુકાના -૧૨ બાળકો, હિંમતનગરના -૩૨, ઇડરના -૨૩, તલોદના -૧૫, વડાલીના -૯, ખેડબ્રહ્માના -૧૨, પોશીનાના -૭, વિજયનગર તાલુકાના -૨ બાળકો એમ કુલ -૧૧૨ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

અહેવાલ. રોહિત ડાયાણી (સાબરકાંઠા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here