Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લા પેરા મિલિટરી સંગઠનની યોજાઇ મિટિંગ

પંચમહાલ જિલ્લા પેરા મિલિટરી સંગઠનની યોજાઇ મિટિંગ

139
0

ગઇકાલે પંચમહાલ જિલ્લા પેરા મિલિટરી સંગઠનની મિટિંગ યોજાઇ હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ દિપેશ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મિટિંગમાં પંચમહાલ જિલ્લા પ્રમુખ પટેલ કિરણસિંહ તેમજ તુલસીભાઈ, વસંતભાઇ, અમદાવાદ જિલ્લા પ્રમુખ રત્ના ભાઈ, પંચમહાલ જનરલ સેક્રેટરી નર્મદાબેન તેમજ પંચમહાલ જિલ્લાના અન્ય હોદ્દેદારો અને તાલુકા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં વીરાંગના બહેનો અને નિવૃત જવાનો હાજર રહ્યા હતા.

આ મિટિંગનો ઉદેશ સરકાર તરફથી હજુપણ કોઈ સકારાત્મક જવાબ ના આપવા ના કારણે આગળ શું કરવું જોઈએ. તેના વિશે ગંભીરતા પૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવેલ અને નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ, સરકાર જો આવી રીતે જવાનો માટે યોગ્ય કાર્યવાહી ના કરે તો આ સરકારનો વિરોધ થવો જોઇએ અને જે પણ પેરા મિલિટરીના માન સન્માન, સુવિધા અને હક માટે જે કડક પગલાં લેવા પડે તે સંગઠન દ્વારા લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here