એક સમયે એવો હતો કે ઇન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીનો ફોટો નહીં. પરંતુ બ્રિટનના કિંગ જ્યોર્જ સિક્સનો ફોટો છાપવામાં આવતો હતો. એ પણ ભારતના RBI દ્વારા જ છાપવામાં આવતો હતો. મોટાભાગે લોકોને સવાલ થતો હોય છે કે ઇન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીનો જ ફોટો કેમ છાપવામાં આવે છે , તો જાણો ક્યારેય અને કેવી રીતે ચલણી નોટ પર મહાત્મા ગાંધીજીના ફોટાની શરૂઆત થઈ હતી.
ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તેઓ અહિંસાના માર્ગે ચાલી આઝાદીની લડાઈ લડી હતી. તેઓ ફ્રીડમ ફાઈટર રહ્યા છે. તેઓએ દેશની આઝાદી માટે જીવ આપી દીધો હતો. મહાત્મા ગાંધી એવા મહાન પુરુષ હતા કે જેમણે લાખો ભારતીયોને જોડ્યા હતા અને દુનિયાને ભારતની તાકાત બતાવી હતી. જે તાકાતથી અંગ્રેજો પણ ડરી ગયા હતા અને દબાવમાં આવ્યા હતા.
તેઓની સાથે સાથે અનેક ક્રાંતિવીરોએ પણ ભારતને આઝાદી અપાવવા જીવન આખે આખું સમર્પિત કર્યું છે. ત્યારે ભારતને 15 ઓગસ્ટ 1947માં બ્રિટસ એમ્પાયરથી આઝાદી મળી હતી. આજે પણ નામ ખ્યાત કે પછી મોટા લીડર્સ મહાત્મા ગાંધીના માર્ગને અપનાવે છે. માનપૂર્વક તેને અનુકરણ પણ કરે છે. આઝાદીમાં તેમના સંઘર્ષને જોઈને તેમના સંઘર્ષને ધ્યાને લઈને આઝાદીના થોડા સમય બાદ ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક ઇન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીનો ફોટો છાપવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ગાંધીજીના જન્મદિવસ પર પ્રથમ વાર 100 રૂપિયાની ચલણી નોટ પર તેમનો ફોટો છાપવામાં આવ્યો હતો. એ સમયે ગાંધીજી સેવાગ્રામ આશ્રમ પર જ હતા અને આ એ જગ્યા છે. જ્યાંથી ગાંધીજીએ આઝાદીની લડતની શરૂઆત કરી હતી. ત્યારબાદ થોડા સમય બાદ ગાંધીજીના ફોટાને હયાત પોર્ટ્રેટ મોડમાં ફેરવીને પ્રથમ વખત 1987માં 500 ની નોટ પર એ પોર્ટ્રેટ ફોટો વાપરવાની શરૂઆત થઈ હતી. જેમાં ગાંધીજી હસતા હોય તેવી તસવીર છે. ત્યારબાદ સરકાર દ્વારા ધીરે ધીરે ભારતના તમામ ચલણ પર ગાંધીજીના ફોટાની છાપવાની શરૂઆત થઈ હતી અને આજ દિન સુધી તેમની જ તસવીર છાપવામાં આવે છે.
જ્યારે ગાંધીજીની તસ્વીર નોટ પર છાપવાની શરૂઆત થઈ. ત્યારે એ વાતનો ખૂબ જ વિરોધ થયો હતો. લોકોનું કહેવું હતું કે ભારતની કરન્સી પર બીજા ક્રાંતિવીરોના ફોટા કેમ નહીં માત્ર ગાંધીજી જ કેમ એમની સામે જ મોટાભાગે લોકો ગાંધીજીના ફોટાથી સહમત હતા. પરંતુ ભારત સરકારને પણ એમનો જ ફોટો લગાવવો હતો જેના પાછળ મહત્વના કારણ રહ્યા છે એક તો એ કે ગાંધીજીએ વિશ્વભરમાં ભારતનું રાષ્ટ્ર પ્રતીક માનવામાં આવતા હતા. આ ઉપરાંત તેમની લોકચાહના પણ વધારે હતી. આ સાથે જ તેમના શાંત સ્વભાવના લીધે એક પાવરફુલ દેશભક્તની આગવી ઓળખ એમને વિશ્વભરમાં ઊભી કરી હતી. આ સાથે જ એ સમયે પણ લોકો તેમને જ નોટ પર જોવા માંગતા હતા.