Home Other ચાંદીના ભાવ આસમાને …. જાણો કેટલો ભાવ ….

ચાંદીના ભાવ આસમાને …. જાણો કેટલો ભાવ ….

151
0

આ અઠવાડિયાના બીજા દિવસે સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. જેમાં સોનાના ભાવમાં વધારે ફેરફાર જોવા મળ્યો છે. સોનું ફ્લેટ કારોબાર કરતું હોય તેવું લાગે છે. જ્યારે ચાંદી ફરીથી 70,000ના સ્તરને વટાવી ગયું છે. આજે સવારે 10.40 વાગ્યે MCX  પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.13 ટકાના વધારા સાથે 58,489 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.46 ટકાના વધારા સાથે 69,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે બનાવી છે.

વર્ષ – 2020 ના ઓગસ્ટ  બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58  હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here