તારાપુર : 03 ફેબ્રુઆરી
સરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા…
કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં ભક્તો તરબોળ…
શ્રી સ્વામિનારાયણ ગોકુળધામ નારના આંગણે શ્રીજી ઐશ્વર્યા ધામ પંજાબી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં આજે બીજા દિવસે રાષ્ટ્ર વંદના સાથે ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકોને નિત્ય આશીર્વાદ મળી રહે તે માટે શાળા સંકુલ માં સરસ્વતી માતાની મૂર્તિની સ્થાપના કરી સરસ્વતી મંદિર તથા શાળાની લાઇબ્રેરી નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.
ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલનો આજે 13 મો સ્કુલ એન્યુઅલ ડે પણ ઉજવાયો હતો જેમાં શાળાના બાળકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજ નાં સમયે ગોકુલ ધામ માં ભવ્ય શાકોત્સવ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં શાળા નાં બાળકો, વાલીઓ, સત્સંગીઓ એ ખુબજ મોટી સંખ્યા જોડાયા હતા.
પંચાબ્દી મહોત્સવ માં કોરોનાકાળ દરમિયાન અક્ષર નિવાસી થયેલ હરિભક્તોનાં મોક્ષાર્થે આજે બીજા દિવસે પૂજ્ય શા.હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા (સારંગપુર) ની વ્યાસ પીઠે ભાગવત કથા માં હરિભક્તો તરબોળ બન્યા હતા.ગોકુલ ધામ નાર ખાતે આજ નાં કાર્યક્રમમાં વડતાલ સંસ્થાના ચેરમેન પુ. દેવ સ્વામી, કોઠારી શ્રી પૂ. ડો. સંત સ્વામી, પૂ. હરિઓમ સ્વામી તથા ભાગવત કથાકાર જીગ્નેશ દાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.