ગુજરાતમાં 2019ની સરખામણીએ ફોરેસ્ટ કવરમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. જોકે, રાજ્યના ટ્રી કવરમાં બે વર્ષમાં ધરખમ રીતે 1423 ચો.કિમીનો ઘટાડો જોવા મળ્યો છે. ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ ‘ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ – 2021’માં આ વિગતો બહાર આવી હતી. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તાર 1.96 લાખ ચો.કિમી.માંથી 14,926 ચો.કિમી. ફોરેસ્ટ કવર છે જ્યારે 5,489 ચો. કિમી ટ્રી કવર છે. રાજ્યના ભૌગોલિક વિસ્તારના 2.80 ટકા ટ્રી કવર છે. 2019માં રાજ્યમાં ફોરેસ્ટ કવર 14,857 ચોરસ કિલોમીટર હતું અને ટ્રી કવર 6912 ચોરસ કિલોમીટર હતું. કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 94 ચો.કિમી. અને જૂનાગઢ જિલ્લામાં 45 ચો.કિમી. ફોરેસ્ટ કવરમાં વધારો થયો છે. રાજ્યના 17 જિલ્લાઓમાં ફોરેસ્ટ કવરમાં ઘટાડો જોવા મળ્યો છે.
13 વર્ષમાં ગુજરાતનાં જંગલોની કુલ 13 હજાર હેક્ટર જમીન અન્ય હેતુઓ માટે આપી દેવામાં આવી છે. વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં જ ગુજરાતમાં 5340 હેક્ટર જમીનને જંગલ સિવાયના હેતુ માટે ફાળવી દેવાઇ છે. બીજી તરફ, રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે રાજ્યના જંગલ વિસ્તારમાં વધારો જોવા મળી રહ્યો છે. જંગલની આ જમીનો મોટે ભાગે રસ્તા, સિંચાઇ, ઉદ્યોગો, રેલવે, ટ્રાન્સમિશન લાઇન, પાઇપલાઇન, પીવાના પાણીની લાઇન વગેરે હેતુઓ માટે અપાઇ હોવાની વિગતો સરકાર દ્વારા રજૂ કરાઇ હતી.