Home ગોધરા ગણેશ મહોત્સવને લઈ ગોધરામાં ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી દીધી

ગણેશ મહોત્સવને લઈ ગોધરામાં ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી દીધી

167
0

ગોધરા: 15 ઓગસ્ટ


ભાદરવા સુદ-૪ થી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈ ગોધરામાં ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી દીધી છે.રવિવારે ગોધરાના મહાકાળી મંદિર ખાતેથી વાજતેગાજતે ભાટવાડા યુવક મંડળની શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થી પસાર થઇ હતી અને સંખ્યામાં ગણેશભકતો જોડાયા હતા…

ભાદરવા સુદ-૪થી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગણેશભકતો માં પણ શ્રીજીના આગમનને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.રવિવારે શહેરના મહાકાળી મંદિર ખાતેથી ભાટવાડા યુવક મંડળની શ્રીજી પ્રતિમાની વાજતેગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણપતિ બાપા મોરયાના ગગનભેદી નારા સાથે ઝુમી ઉઠયા હતા શોભાયાત્રા વાજતે ગાજતે ભાટવાડા ખાતે પહોંચી હતી જયાં ગણેશભકતો એ શ્રીજીના વધામણા કર્યા હતા બીજા અન્ય ગણેશ મંડળોએ પણ શ્રીજીની નાની મોટી પ્રતિમા લાવવા માટેનું શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગણેશ મંડળો ધ્વારા શ્રીજી ના આગમનને લઈ ને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ ને અનુલક્ષીને ગોધરામાં નીકળનારી વિસર્જન યાત્રાને લઈને વહીવટીતંત્ર ધ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે.ગોધરા માં નીકળેલી શ્રીજીના આગમનની સવારી આકર્ષણ નું કેન્દ્ર બની હતી ભારે આતશબાજી સાથે ડીજેના સથવારે ગણેશભકતો જુમી ઉઠયા હતા મોડી રાતે શ્રીજી ની શોભાયાત્રા નીજ મંડપમાં પહોંચી હતી

અહેવાલકંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here