Home પંચમહાલ જીલ્લો કાલોલમાં મેઘ મહેર વચ્ચે ખડકી ગામે કાચા મકાનની દીવાલ ધરાશાઇ… ,...

કાલોલમાં મેઘ મહેર વચ્ચે ખડકી ગામે કાચા મકાનની દીવાલ ધરાશાઇ… , એક આધેડ મહિલાનું મોત : બે વ્યક્તિઓનો આબાદ બચાવ…

142
0

કાલોલ તાલુકાના વિસ્તારમાં શનિવારથી બીજા રાઉન્ડનો વરસાદ વરસતા ડાંગરના બિયારણની વાવણી પછી સારો વરસાદ વરસતા ધરતીપુત્રો હરખાયા છે પરંતુ સારા વરસાદ વચ્ચે ખડકી ગામે એક કાચા મકાનની દીવાલ ધરાશયી થતાં બે વ્યક્તિઓનો બચાવ થયો હતો. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું છે અને વ્યાસડા ગામમાં સીમમાં ચારો ચરતી ગાયને વીજકરંટ લાગવાથી એક ગાયનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં આષાઢી મલ્હાર વચ્ચે શુક્રવારથી બીજા રાઉન્ડની મેઘ મહેર શરૂ થતાં શનિવારે અને રવિવારે એમ બે દિવસોમાં બે ઈંચથી વધારે એવો સારો વરસાદ વરસ્યો છે જેને કારણે મોટાભાગના ખેડૂતોએ વચ્ચેના વિરામ દરમ્યાન ડાંગરના બિયારણની વાવણી કર્યા પછી સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.

જોકે બીજી તરફ વરસાદ વચ્ચે શનિવારે સવારે તાલુકાના વ્યાસડા ગામની સીમમાં આવેલા ડુંગર વિસ્તારમાં ચારો ચરતી ભરવાડની ગાયોના ઘણ પૈકીની એક ગાય ડુંગર નજીકના એક એગ્રીકલ્ચર લાઈનના ટ્રાન્સફોર્મર નીચે ચારો ચરતા સમયે નીચે ઉતરતા વીજકરંટના સંપર્કમાં આવતા ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે ગાયના મોતની ઘટના અંગે વેજલપુર એમજીવીસીએલ વિભાગને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરીને જરૂરી પંચકયાસની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ વીજકરંટથી થયેલા ગાયના મોતને પગલે ભરવાડ સમાજમાં શોક છવાયો હતો.

જ્યારે ખડકી ગ્રામ પંચાયતના પીલવાની મુવાડી ગામે સીમમાં સાંજના આશરે ૬.૦૦ વાગ્યાની આસપાસના સમયે વરસાદ સાથેના ભારે પવનના કારણે કુવા ઉપર આવેલ કાચા છાપરાની દિવાલ(કરો)પડવાથી આખું છાપરું ધરાશયી થઇ જતાં છાપરામાં વસવાટ કરતા એક પરિવારના ત્રણ સભ્યો દબાયા હતા જેમનો આસપાસના લોકોએ દોડીને બચાવ કાર્ય શરૂ કરતા બે પુરુષ વ્યક્તિઓ બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ લીલાબેન કાળુભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. છાપરામાં દબાઈ જવા છતાં બચી ગયેલા બે વ્યક્તિઓ પૈકીના એકને સામાન્ય ઇજા જ્યારે એક આધેડને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હાલ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બન્ને અકસ્માત ઘટના અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here