વેજલપુર પોલીસે સોમવારે સાંજે કાલોલ તાલુકાના ખંડોળી ગામના બુટલેગર મંગાવેલો રૂ.1 ,77,600 નો દારૂનો જથ્થો ભરેલી ઈક્કો ગાડીને નારપુરા-મહેલોલ રોડ પરથી ઝડપી લઇ પોણા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુર પોલીસને સોમવારે સાંજે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના ખંડોળી ગામનો બુટલેગર અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનોદભાઈ પરમારનો સફેદ કલરની ઇકો ગાડીમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ નારપુરા મહેલોલ થઇ ખંડોળી જનાર છે તેવી પાક્કી બાતમીને આધારે પોલીસે જરૂરી સ્ટાફ સાથે નારપુરા જવાના રોડ ઉપર ચેકીંગ દરમ્યાન બાતમીવાળી ઈકો ગાડી આવતા તેના ચાલકે પોલીસની ગાડીને જોઈ પોતાની ઈકો ગાડીને રોડની સાઈડમાં કાચા રસ્તે થઈ ઈંટોના ભઠ્ઠા તરફ ભાગવા જતા આગળનો રસ્તો બંધ હોય ડ્રાઈવર ગાડી છોડીને નાસવા જતા ડ્રાઈવરનો પીછો કરતાં બેટરીના અજવાળે પોલીસે જોયેલો ઈસમ અગાઉ પણ અનેકવાર પકડાયેલો હોય એ કાલોલ તાલુકાના ખંડોળી ગામનો બુટલેગર અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનોદભાઈ પરમાર હોવાનું સ્પષ્ટ થયું હતું જોકે બુટલેગર અંધારાનો લાભ લઈને ઝાડી ઝાખરાઓમાં થઈને ભાગી ગયો હતો જેથી બિનવારસી હાલતમાં મળી આવેલી ઈકો ગાડીમાંથી રૂ.1 , 77, 600 નો ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબેશનના જથ્થા સાથે કુલ રૂ.4 , 77 , 600 નો મુદામાલ કબ્જે કરી ફરાર બુટલેગર અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનોદભાઈ પરમાર (રહે. ખંડોળી તા.કાલોલ) વિરુદ્ધ પ્રોહીબેશન ધારાઓ હેઠળનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.