PM મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ 22 જૂનના રોજ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં US ના સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકો હાજર રહ્યા હતા.જ્યાં PM મોદીના ભાષણ દરમિયાન તાળીઓનો ગડગડાટ રોકાયો નહતો. પરંતુ નરેન્દ્ર મોદીના સંબોધનથી સંસદ ભવન તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ અમેરિકી સાંસદોએ PM મોદી સાથે સેલ્ફી પણ લીધી. ઓટોગ્રાફ લેવા માટે તો લાઈનમાં ઊભા રહ્યા. એટલું જ નહીં PM મોદીના ભાષણને સ્ટેન્ડીંગ ઓવેશન પણ આપ્યું. લગભગ એક કલાકના સંબોધનમાં સાંસદો ઉત્સુકતાથી PM ને સાંભળતા જોવા મળ્યા હતા.
PM મોદીના સંબોધનમાં હાજર સભ્યોએ 79 વાર તાળીઓ પાડી અને 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. PM મોદીના સંબોધનથી સંસદમાં હાજર સભ્યો ખુબ પ્રભાવિત થયા હતા. તેમજ PM મોદીએ જ્યારે પોતાનું ભાષણ પૂરું કર્યું તો સાંસદો અને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું. તેઓ તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા. તેમણે PM મોદી સાથે વાત કરી અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા.
ઉલ્લેખનીય છે કે USમાં ભારતીય મૂળના અમેરિકી રાજનેતાઓને અનૌપચારિક રીતે સમોસા કોક્સ કહેવામાં આવે છે. જે કાં તો પ્રતિનિધિ સભા કે સેનેટનો ભાગ છે. આ શબ્દ અમેરિકી કોંગ્રેસમાં ‘દેસી’ સાંસદોની વધતી સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના અમેરિકી નેતા અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ ગઢ્યો છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં લગભગ 40 લાખ ભારતીય મૂળના લોકો રહે છે જેમાંથી 15 લાખથી વધુ અમેરિકી વોટર છે. આવામાં આ સંખ્યા કોઈ પણ પાર્ટીને ચૂંટણી જીતાવી કે હરાવી શકે છે. સાંસદોએ ઊભા થઈને PM મોદીના સંબોધનને બીરદાવ્યું. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આફ્રીકી સંઘને G20ની પૂર્ણ સદસ્યતા આપવી જોઈએ. તેના પર સાંસદોએ ઊભા થઈને સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વિચાર, દેખભાળ અને કન્સર્ન સમયની માંગણી છે. ગ્લોબલ સાઉથને અવાજ આપવો જ આગળ વધવાનો રસ્તો છે.