Home Trending Special આજે નવરાત્રિનો બીજો દિવસ , માં બ્રહ્મચારિણી આ રીતે કરો પૂજા …

આજે નવરાત્રિનો બીજો દિવસ , માં બ્રહ્મચારિણી આ રીતે કરો પૂજા …

100
0

Navratri 2023: આજે નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે. આ દિવસે માઁ બ્રહ્મચારિણી વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે. માઁ બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ માઁ બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.

વાત કરીએ માઁ બ્રહ્મચારિણીના અર્થની તો, બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણી એટલે કે તપનું આચરણ કરનારી દેવી. માતા બ્રહ્મચારિણીના વિવિધ નામ છે. જેમ કે, તપશ્ચારિણી, અપર્ણા, ઉમા વગેરે નામોથી તેમને ઓળખવામાં આવે છે. ત્યારે આજે નવરાત્રિના બીજા નોરતે માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે.

ત્યારે નવરાત્રિના બીજા દિવસે માઁ બ્રહ્મચારિણીની પૂજા – અર્ચના કરવાનું ખાસ માહાત્મય રહેલું છે. ત્યારે તેમની પૂજા કરતા શું ધ્યાન રાખવું જોઇએ. પૂજા કરતાં સમયે પૂજા કરનારને પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માતાને સફેદ વસ્તુઓ ધરાવવી જોઈએ. આ માટે બીજ નોરતે મિસરી, સાકર કે પંચામૃતનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ સાથે કળશ દેવતાની પૂજા બાદ દશદિકપાલસ, નગર દેવતા, ગ્રામ દેવતાની પૂજા કરવામાં આવે છે. અને માઁ બ્રહ્મચારિણીને ઘી તથા કપૂરની આરતી કરવામાં આવે છે. તેમજ દેવીને પ્રસન્ન કરવા માટે ‘ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।’ ના મંત્રનો જાપ કરવો જોઇએ.

નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માઁ બ્રહ્મચારિણી છે. આસો નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે.

માઁ બ્રહ્મચારિણીની કથા


માઁ બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું. જેના ફળસ્વરૂપ દેવી મહાદેવની પત્ની બન્યા. માઁ બ્રહ્મચારિણીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવપૂર્વક જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.

 

માઁ બ્રહ્મચારિણીનો સંદેશ

વાત કરીએ તો દેવી બ્રહ્મચારિણી દરેક વ્યક્તિને એક સંદેશ પાઠવે છે કે જીવનમાં તપસ્યા એટલે કે સખત મહેનત વિના કોઇ સફળતા પ્રાપ્ત થતી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here