સૌ પ્રથમ વાત કરીએ શાહરૂખ ખાન (SHAH RUKH KHAN)ની ફિલ્મ ‘પઠાણ’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી જેમાં તેણે 540 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેની બીજી ફિલ્મ ‘જવાન’ 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. આ વર્ષે તેની બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ‘પઠાણ’ અને ‘જવાન’ બંને ફિલ્મોએ એટલી કમાણી કરી છે કે એક વર્ષમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ શાહરૂખ ખાનના નામે થઈ ગયો છે. હવે જાણીએ કે બોલિવૂડના કયા સ્ટાર્સે તેમની ફિલ્મોથી ઘણી કમાણી કરી. શાહરૂખ ખાન પછી આ યાદીમાં કયા સુપરસ્ટારનો સમાવેશ થાય છે? (BOLLYWOOD NEWS)
કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી અને તેણે 540 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેની બીજી ફિલ્મ ‘જવાન’ એ 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર લગભગ 345.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે નંબર-1નો તાજ પણ તેના નામે થઈ ગયો છે.હવે વાત કરીએ અક્ષય કુમારની જેને એક વર્ષમાં કમાણીના મામલામાં બીજું સ્થાન બોલિવૂડના ‘મિસ્ટર ખિલાડી’ અક્ષય કુમારનું છે. વર્ષ 2019માં તેની ચાર ફિલ્મો ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ અને ‘ગુડ ન્યૂઝ’ બેક ટુ બેક રિલીઝ થઈ હતી. તમામ ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેમની કુલ કમાણી લગભગ 775 કરોડ રૂપિયા હતી.
રણવીર સિંહ એવા કલાકારોમાં ત્રીજા ક્રમે છે જેમની ફિલ્મો એક વર્ષમાં સૌથી વધુ રિલીઝ થઈ છે. વર્ષ 2018માં ફિલ્મ ‘પદ્માવત’ અને ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. બંને ફિલ્મોએ 542 કરોડનું કલેક્શન કર્યું હતું.બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’એ 2015માં સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. ત્યારબાદ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પરથી લગભગ 531 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.