રાજ્યમાં આ સમયમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જોવા જઇએ તો હવે હાર્ટ એટેક જાણે સામાન્ય થઇ ગયો હોય તેમ કોઇ પણ ઉંમરના લોકો આ હાર્ટ એટેકમાં પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેક માટે ગમે તે ત્યારે ગમે તે વયના વ્યક્તિને ગમે તે જગ્યાએ આવ્યો હોય તે આપણે સૌએ કિસ્સા સાંભળ્યા કે જોયાં છે.
હાર્ટ એટેક (Heart attack )અત્યારે નાની વયના લોકોમાં વધારે આવતાં હોય છે. ખેર આ ની પાછળ શું કારણ તે વિચારવું રહ્યું. પરંતુ આજે વાત કરવી છે અમરેલીના હાઇવે પર એક છકડા ચાલકને વાહન ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો ને નીચે પટકાયો ને છકડો હાઇવે પરથી સાઇડમાં ઉતરી ગયો હતો.
મળતી માહિતી અનુસાર અમરેલીના બાબરા-અમરેલી હાઈવે પર એક છકડા ચાલકને વાહન ચલાવતી વેળાએ હદયનો હુમલો આવ્યો હતો. જ્યાં તે ચાલુ છકડાએ તે નીચે પડી જાય છે. ત્યારે તાત્કાલિક અસરથી આધેડને હોસ્પિટલ ખસેડાતાં હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મૃતક છકડા ચાલક બાબરા તાલુકાના ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ તરફ જઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના CCTV માં કેદ થઇ છે. ત્યારે આ ઘટના દરમિયાન 3 પેસેન્જર સવાર હતા.
Disclaimer
ઉપરોક્ત અહેવાલ પ્રસિધ્ધ થયેલી માહિતીને આધારે લખવામાં આવેલ છે જેની TRENDING GUJARAT પુષ્ટિ કરતું નથી.