હાલમાં 5 મે ના રોજ રિલીઝ થઇ ગયેલ અદા શર્મા સ્ટારર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ રાજનૈતિક વિવાદોથી ઘેરાઈ ગઈ છે. તેમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત પાંચમા દિવસે તગડી કમાણી કરી છે. સુદિપ્તો સેનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ 5માં દિવસે સારુ પ્રદર્શન કરી રહી છે.
• કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
• ગુજરાતમાં યુવતીઓને વિનામુલ્યે બતાવાઇ રહી છે આ ફિલ્મ
5 મેના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલ ફિલ્મ ધ કેરલા સ્ટોરી તેની કહાની અને સીન્સના કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. જોકે આ ફિલ્મનું ઓપનિંગ શાનદાર રહ્યું હતું. અને વિકેન્ડ્સમાં આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ મન્ડે ટેસ્ટમાં પણ પાસ થઈ છે. તેમજ આ ફિલ્મે સતત 5માં દિવસે 11 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
મૂવી ક્રિટિક તરણ આદર્શ અનુસાર ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ ઓપનિંગ ડેના દિવસે 8.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે શનિવારે 11.22 કરોડ રૂપિયાની અને રવિવારે આ ફિલ્મે 16.40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સોમવારે આ ફિલ્મનું કલેક્શન 10.7 કરોડ રૂપિયા રહ્યું છે. ત્યારે 10 મેના રોજ થયેલ બોક્સ ઓફિસ કલેક્શનની સાથે આ ફિલ્મે 57.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રાજનૈતિક વિવાદોથી ઘેરાયેલ ફિલ્મ ધ કેરલા સ્ટોરી પર દેશના તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને મધ્પ્રદેશમાં ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં યુવતીઓને આ ફિલ્મ વિનામુલ્યે બતાવવામાં આવી રહી છે.
ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે કેરળની યુવતીઓને સમજાવી ફોસલાવીને પહેલા ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવે છે અને પછી તેમને ISISમાં સામેલ કરાવવામાં આવે છે.