Home Trending Special Thalaivar 170 : શહેનશાહ અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી રજનીકાંત સાથે...

Thalaivar 170 : શહેનશાહ અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી રજનીકાંત સાથે મળશે જોવા , નિર્માતાઓએ કરી જાહેરાત

88
0

તૈયાર થઇ જાઓ …  રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવશે, નિર્માતાઓએ સત્તાવાર રીતે ‘થલાઈવર 170’ ની જાહેરાત કરી છે.

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન રજનીકાંતની આગામી ફિલ્મ Thalaivar 170 માં સામેલ થનાર નવા અભિનેતા બન્યા છે. મતલબ કે હવે 32 વર્ષ બાદ બંને સુપરસ્ટાર ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. મંગળવારે સાંજે, નિર્માતાઓએ ‘ Thalaivar 170’ ની સત્તાવાર જાહેરાત કરી છે. તેના ઘણા પોસ્ટર પણ રિલીઝ કર્યા. ફિલ્મમાં રજનીકાંત અને અમિતાભ સિવાય રાણા દગ્ગુબાતી અને ‘પુષ્પા’ ફેમ ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ લાઈકા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે

મેકર્સે અમિતાભ બચ્ચનનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. જેના પર લખ્યું છે, ‘ Thalaivar 170 ટીમ.’  લાઇકા પ્રોડક્શન્સે કેપ્શનમાં લખ્યું, ‘ભારતીય સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચનનું Thalaivar 170માં સ્વાગત છે. ટીમ અમિતાભ બચ્ચન સાથે નવી ઊંચાઈએ પહોંચી.

અમિતાભ અને રજનીકાંતે છેલ્લે 1991માં ફેમિલી ડ્રામા ‘હમ’માં સાથે કામ કર્યું હતું. ભલે બંને લાંબા સમયથી એકબીજા સાથે કામ કરી રહ્યા ન હોય, પરંતુ તેઓ હંમેશા એકબીજાના ચાહક રહ્યા છે. જ્યારે રજનીકાંત અને ઐશ્વર્યા રાયની ફિલ્મ રોબોટની પ્રેસ કોન્ફરન્સ હતી. ત્યારે અમિતાભ બચ્ચન પણ ત્યાં હાજર હતા.

ચાહકો તેમના મનપસંદ સ્ટારની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રજનીકાંત કે અમિતાભ બચ્ચનની વાત આવે ત્યારે ચાહકો એડવાન્સ બુકિંગ કરવાનું શરૂ કરી દે છે, પરંતુ જો બંને સાથે જોવા મળે તો શું?  સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન એકસાથે જોવા મળવાના ન્યૂઝ મળતાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આખરે 32 વર્ષ પછી રજનીકાંત અને અમિતાભ બચ્ચન સાથે કામ કરશે.

બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને રજનીકાંતે સાથે ઘણી ફિલ્મો કરી છે. બંને 1983માં ‘અંધા કાનૂન’ અને 1985માં ‘ગિરફ્તાર’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ બંને છેલ્લે વર્ષ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ’માં જોવા મળ્યા હતા. હવે બંને 32 વર્ષ પછી ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંને સારા મિત્રો છે. રજનીકાંત જ્યારે રોબોટનું શૂટિંગ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here