Home Trending Special સાક્ષી મલિકનો કુસ્તીમાંથી સંન્યાસ; બ્રજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ WFIની અધ્યક્ષ ચૂંટણી...

સાક્ષી મલિકનો કુસ્તીમાંથી સંન્યાસ; બ્રજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ WFIની અધ્યક્ષ ચૂંટણી જીત્યા બાદ નિર્ણય

103
0

દેશની ખ્યાતનામ કુશ્તીબાજ સાક્ષી મલિકે કુશ્તી સાથેનો નાતો તોડવાનો નિર્ણય લીધો છે. બ્રજભૂષણના નજીકના સંજયસિંહ કુશ્તી સંઘના પ્રેસિડન્ટ બનતાં સાક્ષી મલિકે કુશ્તીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. સાક્ષી મલિકના આ નિર્ણયથી કુશ્તી ક્ષેત્રમાં ભારતને મોટો ફટકો પડી શકે છે કારણ કે સાક્ષી કુશ્તીના એક મોટો ચહેરો છે, તે જ્યારે અખાડામાં ઊભી હોય ત્યારે સામેના રેસલરને પરસેવો પડી જતો હોય છે અને હંમેશા જીત તેની જ હોય છે.

 

શું બોલી સાક્ષી મલિક

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ સાક્ષી મલિકે કહ્યું કે ” હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ રહી છું. તેણે કહ્યું કે બ્રજભૂષણ જેવો જ પ્રેસિડન્ટની ચૂંટણી જીતી ગયો છે”. તેમના સાથી બજરંગ પુનિયાએ કહ્યું કે “ખેલ મંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રજભૂષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચૂંટણીમાં બ્રજભૂષણના માણસની જીત થઈ છે”. પુનિયાએ કહ્યું કે મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. એવું પણ લાગે છે કે પેઢીઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

વિનેશ ફોગટ ભાવુક બની ગઈ

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગટ ભાવુક બની ગઈ હતી. વિનેશે કહ્યું કે તે ખરેખર દુ:ખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો પણ જીતી શક્યા નહીં. મને ન્યાય કેવી રીતે મળે તે સમજાતું નથી, અમે ન્યાય માટે બોલનારા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. કુસ્તીનું ભવિષ્ય અંધકારમય છે.

સાક્ષીએ કેમ છોડી કુશ્તી

સાક્ષીનું કહેવું છે કે બ્રજભૂષણ જેવો ચૂંટણી જીતી ગયો છે એટલે હવે કુશ્તીમાં રમવાનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે સાક્ષી મલિક સહિતની બીજી ઘણી મહિલા રેસલર્સે કુશ્તી સંઘના જુના અધ્યક્ષ બ્રજભૂષણ સામે યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો અને તેથી તેમણે કુશ્તી સંઘના પ્રેસિડન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને આજે બ્રજભૂષણના સાથી સંજય સિંહ કુશ્તી સંઘના નવા પ્રેસિડન્ટ બન્યાં છે જે પછી સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃતીનું એલાન કર્યું હતું. સાક્ષીએ કહ્યું કે નવા અધ્યક્ષના વિરોધમાં તે કુશ્તી છોડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here