લગ્ન જીવન એ દરેક પરિણીત વ્યક્તિ માટે જીવનનો અતિ મહત્વનું ભાગ હોય છે.. લગ્ન પહેલા જેમના લગ્ન થવાના હોય તે યુવક યુવતીઓના જન્માક્ષર પણ મેળવવામાં આવતા હોય છે.. અને સૌ કોઈ સફળ લગ્નજીવન જીવવા ઈચ્છતા હોય છે ત્યારે રાજકોટ શહેરમાં યોજાનારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પહેલા આયોજકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.. આ સમૂહ લગ્નમાં યુવક યુવતીના જન્મકુંડળીના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી આંગળાના ફિંગર ચેક કરવામાં આવશે અને તેના આધારે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે..
રાજકોટમાં યોજનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અનોખી પહેલ કરવામાં આવી છે…સામાન્ય રીતે લગ્ન પ્રસંગ યોજાતા હોય છે ત્યારે લગ્નગ્રંથિથી જોડાનાર નવદંપતિઓ પોતાના લગ્ન પહેલા જન્મકુંડળી મેચ કરતા હોય છે જોકે રાજકોટમાં યોજાનાર સમૂહ લગ્નમાં જન્મકુંડળીના બદલે લગ્ન પહેલા (DMIT)ડર્મેટોગ્લોફિક્સ મલ્ટીપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં બંને હાથની 10 આંગની ના ફિંગર લેવામાં આવશે. આ ટેસ્ટના માધ્યમથી યુવતીના સ્વભાવનો ખ્યાલ આવી શકશે જેમાં યુવક યુવતીના સ્વભાવ માં કેટલો ગુસ્સો છે. કેટલી ખાસિયત છે? કોઈ ખામી છે? તે તમામ બાબતોનો રિપોર્ટ સામે આવશે. કુલ 46 પાનાનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટમાં બંને યુગલો ના સ્વભાવના જે રિપોર્ટ તૈયાર થશે તે રિપોર્ટ ની ચર્ચા બંને યુગલોના માતા પિતા સાથે કરવામાં આવશે આ સમયે વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.
શું હોય છે ડર્મેટોગ્લોફિક્સ મલ્ટીપલ ઈન્ટેલિજન્સ?
આ ટેસ્ટએ આમ તો એક સદી જૂનો છે.. સૌપ્રથમ અમેરિકામાં 1920 માં આ ટેસ્ટ પ્રથમ વખત અમલમાં આવ્યો હતો.. વૈજ્ઞાનિક ડો. હેરોલ કીમિક્સ દ્વારા આ ટેસ્ટ પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે.. આ ટેસ્ટમાં કુલ પ્રકારની પેટન્ટ ના લોકોને ઓળખવામાં આવે છે.. જેમાં ઇગલ પેટર્ન પીકોક પેટર્ન અને આઉલ પેટર્ન ના લોકો હોય છે.. જેને આ ટેસ્ટના માધ્યમથી ઓળખવામાં આવે છે. જેના આધારે કાઉન્સિલિંગ કરવામાં આવે છે.આ રીતે અનોખી પહેલ કરવા પાછળ નું કારણ આયોજકોએ એવું જણાવ્યું હતું આજના સમયમાં છૂટાછેડા ના કેસ વધી રહ્યા છે. અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. ત્યારે આ ટેસ્ટ પહેલા કરવામાં આવે તો છૂટાછેડા ના કેસ અટકાવી શકાય તેવું પણ જણાવી રહ્યા છેહવે બદલાતા સમય સાથે લગ્ન પહેલાંનું અભિગમ બદલાવું તે પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે…
આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નું યુગ માનવામાં આવે છે આ સમયે આસ્થા સાથે વિજ્ઞાનની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં સર્જનારી અનેક મુશ્કેલીઓનો પહેલા જ અંત લાવી શકાય ત્યારે સફળ લગ્નજીવન માટે પણ હવે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થવા લાગ્યો છે જે આવકારદાયક કહી શકાય