Home Trending Special ભારત – પાકિસ્તાનની મહાજંગમાં સુરક્ષા પર પોલીસની બાજ નજર ….

ભારત – પાકિસ્તાનની મહાજંગમાં સુરક્ષા પર પોલીસની બાજ નજર ….

200
0

 ભારત – પાકિસ્તાનની મહાજંગ કે જેની કેટલાય વર્ષો પછી રમાઇ રહી છે. જેને લઇને દરેક ભારતીયમાં મેચને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે ને મેચની શરૂઆત થઇ ચૂકી છે. જ્યાં ભારતની ટીમે ટોચ જીતતા પાકિસ્તાન બેટિંગ કરે છે તો ભારતે બોલિંગ પસંદ કરી છે.

આ મેચે તો લોકોનો ઉત્સાહ ખૂબ જ વધારી દીધો છે. કેમ કે લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા અને ગેટ ખૂલતાં જ લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મેચમાં જેટલો ઉત્સાહ લોકોમાં તેનાં કરતાં પણ વધુ અમદાવાદ સહિત જિલ્લાભરની પોલીસ લોકોની સુરક્ષાને લઇ સજ્જ થઇ છે.

ભારત – પાકિસ્તાનની મેચને લઇ પોલીસે સ્ટેડિયમની બહાર ચારે તરફ લોખંડી બંદોબસ્ત ગોઠવાઇ રહ્યો છે. NSG , બોંબ સ્કોવર્ડ , ડોગ સ્કોવડ , એન્ટી ડ્રોન ટીમ , બોંબ ડિટેક્શન સ્કોવર્ડ , SRP જવાન , RAF તેમજ 7 હજાર પોલીસ કર્મી , 4 હજાર હોમગાર્ડ , 5 હીટ ટીમ સહિતનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેન્ડ બાય છે. તેમજ પોલીસ અધિકારીઓ પણ સ્ટેડિયમમાં તૈનાત છે તો પોલીસ કંટ્રોલ રૂમ તરફથી શહેરભરમાં બાજ નજર રાખવામાં આવી રહી છે.

શહેરમાં ચાલી રહેલી તમામ ગતિવિધીઓ પર પોલીસ કંટ્રોલ રૂમ નજર રાખી રહ્યું છે તો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સ્ટેડિયમમાં પણ પોલીસ કર્મીઓ તેમજ પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં ગોઠવાયા છે.

મેચને લઇ DCP કોમલ વ્યાસના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મેદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની રોમાંચક મેચમાં શહેરીજનોને અપીલ કરી છે કે મેચ જોવામાં ધ્યાન રાખે તેમજ શહેરમાં ચાલી રહેલી કોઇ અફવાનો ધ્યાનમાં ન લે, તેમજ સમગ્ર મેચની વ્યવસ્થાને પોલીસ તંત્ર દ્વારા આયોજનપૂર્વક તૈયાર કરાયું છે. ઉપરાંત મેચ ઉપર અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ તરફથી 2 હજારથી વધુ CCTV કેમેરાથી સમગ્ર શહેરમાં મોનિટરિંગ થઈ રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ ભારત-પાકિસ્તાનની મેચમાં રાજ્યના જ નહીં પરંતુ દેશ – વિદેશથી ક્રિકેટ રસિયાઓ ઉમટ્યા છે. જેને લઇ પોલીસ વિભાગે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઇ છે. તેટલું જ નહીં લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે. પોલીસની સુરક્ષા કામગીરીમાં લોકોને સહકાર આપવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here