વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે મોડી રાત્રે અમેરિકા પહોંચશે. અહીં તેમનું ફ્લાઇટ લાઇન સેરેમની સાથે સ્વાગત કરાશે. એન્ડ્રયુઝ એરફોર્સ બેઝ પર તેમના માટે રેડ કાર્પેટ પાથરવામાં આવશે. PM મોદીનું સ્વાગત US પ્રોટોકોલ અનુસાર થશે. જ્યાં US સરકારી અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. તો PM નું સ્વાગત કરવા માટે ભારતીય મૂળના લોકો પણ હાજર રહેશે.
ત્યારે જાણીએ PM મોદીના અમેરિકાનાં પ્રવાસમાં ડેલી કાર્યક્રમો વિશે. PM નરેન્દ્ર મોદી 20 જૂનથી 25 જૂન સુધી અમેરિકાનાં પ્રવાસે રહેશે. PM મોદી 20 જૂનના રોજ રાત્રે વાયુસેનાના વિમાન મારફતે દિલ્હીથી અમેરિકા જવા રવાના થઇ ચૂક્યા છે. ત્યારે 21 જૂને ન્યુયોર્કના એન્ડ્રયુ એરફોર્સ બેઝ પર મોદી આગમન કરશે. જ્યાં ફ્રિડમ પ્લાઝામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સંસ્કૃતિ દર્શાવતા નૃત્યોથી તેમનું સ્વાગત કરાશે. જેમાં લગભગ 160 કલાકારો ભાગ લેશે. ત્યારે ન્યૂયોર્કના UN કોમ્પ્લેક્ષના નોર્થ લોનમાં ભારતીયો અને અમેરિકાના નાગરિકો વચ્ચે યોગા ડે ની ઉજવણી કરશે.
PM મોદી 22 જૂનના રોજ વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં 21 ગન સેલ્યુટથી તેમનું સ્વાગત કરાશે. જ્યાં પ્રેસિડન્ટ બાઇડેન અને ફસ્ટે લેડી વડાપ્રધાનનું સ્વાગત કરશે. જે સમયે 7 હજાર ભારતીય અમેરિકનો હાજર રહેશે. ત્યારબાદ PM મોદી અને જો બાઇડેન વચ્ચે દ્રિપક્ષીય સંવાદ થશે. વડાપ્રધાન મોદી બીજીવાર US કોંગ્રેસને સંબોધન કરશે. જ્યાં રાત્રે PM મોદી સ્ટેટ ડીનર કરશે અને આ ડિનરમાં ભારતીય ભોજન પીરસાશે. 23 જૂને PM મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટોની બ્લિંક્નની મુલાકાત કરશે. ત્યારબાદ જોન એફ કેનેડી સેન્ટરમાં US – ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલમાં ઉધોગપતિઓ અને CEO સાથે મિટિંગ કરશે. ત્યારે રાત્રે ન્યૂયોર્કથી ઇજિપ્તના મિસ્ર જવા રવાના થશે. ત્યારબાદ 24 જૂનના રોજ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે દ્રિપક્ષીય ચર્ચા કરશે અને સાંજે દિલ્હી આવવા રવાના થશે તો 25 જૂને દિલ્હી પરત ફરશે. આ રીતે PM મોદી અમેરિકાના પાંચ દિવસીય પ્રવાસે રહેશે.