PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. જેના બાદ તેઓ પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે વોશિંગ્ટન પહોચ્યા. PM મોદીનું વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને ભવ્ય સ્વાગત કર્યું. PM મોદી અહીં રાષ્ટ્રપતિ બાઈડેનના અંગત મહેમાન છે. ત્યારે આ મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં USAના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું.
PM મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને તેમનું સ્વાગત કર્યું. PM મોદી પ્રાઈવેટ ડીનર માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા . અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને પીએમ મોદીને 20મી સદીની શરૂઆતની એક હસ્તનિર્મિત પ્રાચીન અમેરિકી પુસ્તક ગેલી ભેટ કરી. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદીને એક વિન્ટેજ અમેરિકી કેમેરા પણ ભેટમાં આપ્યો જેની સાથે જ્યોર્જ ઈસ્ટમેનના પહેલા કોડક કેમેરાના પેટન્ટનો એક અભિલેખીત પ્રતિકૃતિ પ્રિન્ટ અને અમેરિકી વન્યજીવ ફોટોગ્રાફીની એક હાર્ડકવર પુસ્તક પણ છે. ઝીલ બાઈડેન પીએમ મોદીને ક્લેક્ટેડ પોયમ્સ ઓફ રોબર્ટ ફ્રોસ્ટની હસ્તાક્ષરિત પ્રથમ સંસ્કરણ કોપી ભેટમાં આપી છે. . PM મોદીએ લંડનના ફેબર એન્ડ ફેબર લિમિટેડ દ્વારા પ્રકાશિત અને યુનિવર્સિટી પ્રેસ ગ્લાસગોમાં છપાયેલા પુસ્તક ‘ધ ટેન પ્રિન્સિપલ ઉપનિષદ’ની પ્રથમ કૃતિની એક કોપી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભેટમાં આપી.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનને પ્રયોગશાળામાં વિક્સીત 7.5 કેરેટનો ગ્રાન ડાયમંડ ભેટમાં આપ્યો. આ ઉપરાંત PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને એક ખાસ ચંદનનો ડબ્બો ભેટમાં આપ્યો. જેને જયપુરના એક માસ્ટર શિલ્પકાર દ્વારા હસ્તનિર્મિત કરાયો છે. તેના પર મૈસૂરથી મળેલા ચંદનમાં જટિલ રીતે નક્શીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે. બોક્સમાં ભગવાન ગણપતિની મૂર્તિ છે. મૂર્તિને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદી કારીગરોના એક પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. બોક્સમાં એક દીવો પણ છે. આ ચાંદીના દીવાને પણ કોલકાતામાં પાંચમી પેઢીના ચાંદીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે.
PM મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટ અપાયેલા બોક્સમાં દસ દાન રાશિ છે. ગૌદાન માટે ગાયના સ્થાન પર પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા એક નાજુક હસ્તનિર્મિત ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું છે. ભૂદાન માટે ભૂમિકાના સ્થાન પર મૈસૂર, કર્ણાટકથી પ્રાપ્ત ચંદનનો એક સુગંધિત ટુકડો. તલદાન માટે તમિલનાડુથી લાવવામાં આવેલા તલ કે સફેદ તલના બીજ ચડાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં હસ્તનિર્મિત આ 24 કેરેટ શુદ્ધ અને હોલમાર્કવાળો સોનાનો સિક્કો હરણ્ય દાન તરીકે આપવામાં આવ્યું છે.
PM મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ભેટમાં અપાયેલા બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે. જેને રાજસ્થાનના કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયો છે. તેને રૌપ્યદાન તરીકે રજૂ કરાયો છે. લવંદન (મીઠાનું દાન) માટે ગુજરાતનું લવણ એટલે કે મીઠું આપવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડીનરનું આયોજન કર્યું. જેના મેન્યુમાં બાઈડેનના મનપસંદ પાસ્તા અને આઈસ્ક્રીમ પણ સામેલ કરાયા. ડીનરમાં PM મોદી અને જો બાઈડેન ઉપરાંત ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ અને અમેરિકાના NSA જેક સુવિલન પણ હાજર રહ્યા.
અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને સ્ટેટ ડીનરનું મેન્યુ શેર કર્યું. આ અગાઉ PM મોદીએ ઝીલ બાઈડેન સાથે એલેક્ઝેન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બે એવા ઈન્ક્યુઝીવ દેશ છે જે સસ્ટેનેબલ ગ્રોથનું એન્જિન બનશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કૌશલ વિકાસ સંલગ્ન એક કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું એ સન્માનની વાત છે. આપણા માટે કૌશલ વિકાસ ટોચની પ્રાથમિકતા છે.