કાલોલ : 18 જાન્યુઆરી
રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે. જે જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કામિનીબેન સોલંકી, સાંસદ રતનસિંહ રાઠોડ, પંચમહાલ જિલ્લાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે બારીયાની ઉપસ્થિતીમાં આ સ્પર્ધાનું ઉદ્દઘાટન કરાશે. સવારે ૮ વાગ્યે માંચી, પાવાગઢ ખાતેથી ફ્લેગ ઓફ કરાશે તથા વિજેતાઓને સવારે ૧૦ વાગ્યે ઈનામ વિતરણ કરવામાં આવશે.