પંચમહાલ જિલ્લામાં “વર્લ્ડ હેરિટેજ સાઇટ” ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ ખાતે પંચમહોત્સવના છેલ્લા અને પાંચમા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પાંચમા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલ દવેએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી.
પંચમહોત્સવની બાજુમાં 50 સ્ટોલમાં ક્રાફટ બજાર કાર્યરત છે.જ્યારે જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો હતો.જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી હતી. આ સાથે લોકગાયિકા કિંજલ દવેની સંગીત સંધ્યા સાથે પંચમહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
સંગીત સંધ્યા પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા કલેકટર આશિષ કુમાર,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.