શુક્રવારે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને એક મોટો અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં એક-બે નહીં પણ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે અને અત્યાર સુધી 230થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી છે.જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પીએમ મોદી, રાષ્ટ્રપતિ સહિત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દુખ વ્યક્ત કરી સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે હવે જાણીતા કથાકાર મોરીરા બાપુએ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મોરારી બાપુએ ટ્રેન દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને 50 લાખની સહાય કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે કલકત્તામાં પોતાની કથા દરમિયાન આ જાહેરાત કરી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.