વલ્લભ વિધાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (cvm .યુનિવર્સીટી) હર-હંમેશ દર વર્ષે અવનવી ઇવેન્ટ્સને લઈને સમગ્ર આણંદ અને ચરોતર પંથકથી લઇ રાષ્ટ્રીય કક્ષાએ અગ્રેસર રહ્યું છે. ચાહે એ શૈક્ષણિક ઇવેન્ટ્સ હોય કે રમતગમતની હોય કે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય હંમેશા વિધાર્થીલક્ષી કારકિર્દીની સર્વાંગી ઉત્કુષ્ઠતાના અનુસંધાનમાં જ છે. જેમકે, લિબરલ આર્ટસ, હેકાથોન સિરીઝ, યુથ ફેસ્ટિવલ, યુગાંતર, સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ટર કૉલેજ સ્પોર્ટ્સ, સ્ટાર્ટઅપ સંક્રાંત કે એન. એન. એસ કે એન. સી. સી.
લોકકલા અને સંસ્કૃતિ ત્રણ ચાર હજાર વર્ષ જુની સંસ્કૃતિને ઉજાગર કરતો જો કોઇ દેશ હોય તો ભારત દેશ છે. જીવનનો ઉલ્લાસ એટલે યૌવન. યૌવનના થનગનાટને વ્યકત કરતા આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીએ લખ્યું છે.
ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
યુવાન હૈયાઓનો આવો થનગનાટ અને પોતાના સ્વપ્નો સાકાર કરવાનો ઉત્સવ એટલે યુવા મહોત્સવ. ‘યુગાંતર’માં ભાગ લેનારા તમામ કલાવૃંદો આપણા પરંપરાગત નૃત્યો અને લોકકલાઓ દ્વારા આપણી ગુજરાતી સંસ્કૃતિનો સંદેશો લઇને જાય છે. તદુપરાંત સમાજમાં ઉદભવેલા ઘણા કુરિવાજો નાબૂદ કરવાના ઉપાયો સાથે સમગ્ર યુવા પેઢી તથા સમાજને જાગૃતિની નવી પ્રગતિની દિશા તરફ લઈ જાય છે. એ જ દિશામાં આ વર્ષે પણ યુનિવર્સીટી દ્વારા આગામી તારીખ 25 ઓક્ટોબર 2023 થી 29 ઓક્ટોબર 2023 દરમિયાન દ્વિતીય યુથ ફેસ્ટિવલ “યુગાંતર 2023” નું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અલગ અલગ 36 જેટલી AIU અને NON AIU ઇવેન્ટસમાં 16 ઘટક કોલેજૉના વિધાર્થિઓ દ્વારા તેમની આગવી શૈલીમાં કલાત્મક અને રચનાત્મક કળાઓનું ઉત્કુષ્ઠ પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષે આ સમગ્ર મહોત્સવનું આયોજન વલ્લભ વિધાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં સત્યમ, શિવમ અને સુંદરમ ના વિશિષ્ઠ પંડાલમાં યોજવામાં આવ્યું છે.
યુગાંતર -2023 ‘યુથ ફેસ્ટિવલ’ કાર્યક્રમના ઉદઘાટન સમારોહની શરૂઆત ૧૬ જેટલી ઘટક કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ સાથે રેલી કાઢવામાં આવી જે યુનિવર્સિટીથી યુથ ફેસ્ટિવલના સ્થાન સુધી (શાસ્ત્રી મેદાન) ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે તારીખ 25 ઓક્ટોબર, મુખ્ય મહેમાન તરીકે શ્રી અંકિત ત્રિવેદી, ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ, લેખક અને ગઝલકાર હાજર રહ્યા હતા તથા ચારુતર વિદ્યા મંડળ અને ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) ના જુદા જુદા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ, સેક્રેટરી એસ. જી. પટેલ, માનદ સહમંત્રીઓ આર. સી. તલાટી, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહીને આ યુથ ફેસ્ટિવલની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે મંડળ અને યુનિવર્સિટીના વિવિધ હોદ્દેદારો, કર્મચારીઓ, CVMUના ઘટક કોલેજના આચાર્યો અને અદ્યાપકો વગેરે આ દરમ્યાન હાજરી આપી હતી.
ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્રારા દ્વિતિય યુથ ફેસ્ટીવલ યુગાંતર 2023નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુગાંતરના સંયોજક એવા કનુ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહેમાનોનો પરિચય આપ્યો હતો. સ્ટેજ પર હાજર મહેમાનો અને અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ-પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મહેમાન એવા અંકિત ત્રિવેદીએ કહ્યું હતું કે… તમે કલાકારો ભગવાનના વ્હાલા સંતાન છો અને એની એકદમ નજીક છો… તેથી જ તમને કોઈને કોઈ કલા મળી છે.
ના તું હાર જો… ના તું જીત જો
હું યુદ્ધ લડું છું એની તું રીત જો…
એવો બોધ આપ્યો હતો કે જીત કે હાર કરતાં કલા અને જીવનની રીત મહત્વની છે. કાર્યક્રમના અધ્યક્ષ ભીખુભાઇ પટેલે કહ્યું હતું કે..યુવાનોમાં યુગપરિવર્તન કરવાની શક્તિ છે.. તમે યુવાનો આ યુગાંતર… યુથ ફેસ્ટિવલ દ્વારા આવું યુગપ્રવર્તક કાર્ય કરો.. તેવી શુભકામના આપી હતી. પ્રમુખ દ્વારા અંકિત ત્રિવેદીને સ્મૃતિચિહ્નન અર્પણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન સર્વેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સહમંત્રી મેહુલભાઈ પટેલે આભાર-દર્શન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
26 ઓક્ટોબર બીજા દિવસે મિત્ર ગઢવી, ગુજરાતી ખ્યાતનામ અભિનેતાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તથા અંતિમ દિવસે તારીખ 29 ઓકટોબર, સમાપન સમારોહમાં પ્રતીક ગાંધી ઉપસ્થિતિ રહેશે જેઓ ભારતીય નાટક રંગભૂમિ અને સિનેમામાં જાણીતા ફિલ્મ કલાકાર છે. તેઓ એક પાત્રીય અભિનય “મોહનનો મસાલો”ના વિશષ્ટ નાટક દ્વારા પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. યુગાંતરના પ્રથમ દિવસે યોજાયેલી વિવિધ સ્પર્ધામાં અલગ અલગ કોલેજની ટોટલ 103 ટીમ તથા વ્યક્તિગત સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. જેમાં શાસ્ત્રીય નૃત્યમાં 10 ટીમ. કન્ટેમ્પરરી ડાન્સમાં 12 સ્પર્ધકોએ, ડિબેટમાં 13 ટીમ દ્વારા “ઇન ધ ઓપીનીયન ઓફ ધ હાઉસ, ઓન્લી લિબરલ આર્ટસ કેન કલ્ટીવેટ હ્યુમન ક્વોલિટી ઇન મેન કાઈન્ડ” થીમ પર ચર્ચા કરવામાં આવી હતી, ડંબ શરાઝ 13 ટીમ, બૉલીવુડ ક્વિઝમાં 13 ટીમ, ઓન ધ સ્પોટ પેન્ટિંગમાં 15 સ્પર્ધકો દ્વારા કોલેજ કેમ્પસ, મહોત્સવ, ગેમ્સ, થીમ પર પેન્ટિંગ્સ કરવામાં આવ્યા હતા. સ્પોટ ફોટોગ્રાફીમાં 14 સ્પર્ધકો દ્વારા શેડો, નેચરલ લાઈફ અને બિલ્ડિંગ પરપેક્ટિવ” ફોટોગ્રાફી કરવામાં આવી હતી, પોસ્ટર મેકિંગમાં 13 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.