કાલોલ બાર એસોસિયેશનના આગામી વર્ષના હોદ્દેદારો અંગે ચુંટણી જાહેર થતાં બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી સહિત કારોબારી સભ્યો સુનિશ્ચિત કરવા માટે વકીલ મંડળમાં ચુંટણીની કવાયતનો ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં કાલોલ બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કાલોલ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે હિરલ એ.ગોહિલ, સેક્રેટરી તરીકે કાન્તિભાઈ સોલંકી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે મનહર.ડી.પરમાર એમ ત્રણ હોદ્દેદારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જોકે કાલોલ બાર એસોસિયેશનના પ્રમુખપદ માટે પાછલા પ્રમુખ જીગ્નેશભાઈ.બી. જોશી સામે રાજેશકુમાર પરમારે પોતાની દાવેદારી નોંધાવતા ચુંટણી નિશ્ચિત બની છે. તદ્ઉપરાંત ત્રણ કારોબારી સભ્યોના હોદ્દા માટે પણ પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરતાં પ્રમુખ અને કારોબારી સમિતીની ચુંટણી સુનિશ્ચિત થતાં આગામી 22 ડિસેમ્બરના રોજ પ્રમુખ અને કારોબારી સભ્યો માટે મતદાન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ બાર એસોસિયેશનના ખજાનચી માટે એક પણ ઉમેદવારે રસ નહીં ધરાવતા ખજાનચીની જગ્યા ખાલી પડી છે.
કાલોલ બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા માટે ચુંટણી અધિકારી તરીકે બી.બી.પરમાર આને કલ્પેશ સોલંકી દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.