ઓડિશામાં ગત સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ભયાવહ દુર્ઘટનામાં અત્યાર સુધી 230થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના રાજકીય નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
સમગ્ર દેશ આજે શોક મનાવી રહ્યો છે, ત્યારે ભારતીય ક્રિકેટ જગતના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઓડિશામાં થયેલી દર્દનાક ટ્રેન દુર્ઘટના વિશે સંભાળીને ખૂબ જ દુ:ખ થયું. મારી પ્રાર્થના એ પરિવારો સાથે છે કે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
Extremely sad hearing about this tragic train accident involving Coromandel Express in Odisha.
Condolences to all families who have lost their loved ones and prayers for quick recovery of those injured. https://t.co/9foYqHybNa
— Virender Sehwag (@virendersehwag) June 3, 2023
તેમજ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું કે, ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ સાથે થયેલ દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા દરેક પરિવારો માટે સંવેદના અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દરેક લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરુ છું.