Home Trending Special IMD દ્વારા અપાઇ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી …. જુઓ ગુજરાતના કયા...

IMD દ્વારા અપાઇ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી …. જુઓ ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ ….

128
0

સમગ્ર દેશમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ગયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની વકી છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદના પગલે ગરમીથી રાહત છે તો ક્યાંક વરસાદ આફત બીને વરસી રહી છે. પહાડો પર ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે.

મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે. જેને જોતા હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આગામી 2 દિવસ એટલે 29 અને 30 જૂન સુધી હાઈ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાની આગાહીમાં તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળશે. અહીં પણ હવામાન ખાતાએ હાઈ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પહાડો પર કહેર વર્તાવ્યા બાદ હવે વરસાદ મહારાષ્ટ્ર, ગુજરાતમાં આફત બની રહી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બુધવાર ભારે વરસાદ પડ્યો. રાજ્યોના અનેક જિલ્લાઓ માટે આજે યલ્લો અલર્ટ જાહેર છે. જ્યાં 29 અને 30 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે. મૂસળધાર વરસાદના કારણે મુંબઈ નજીક થાણેના અનેક વિસ્તારોમાં બુધવારે પાણી ભરાઈ ગયા. જ્યારે માયાનગરીના રસ્તાઓ પણ પાણીના સૈલાબથી ઝૂઝતી જોવા મળી. વરસાદના કાણે અંધેરી સબબવેમાં એટલું પાણી ભરાઈ ગયું કે ત્યાં ટ્રાફિક રોકાઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here