Home રાજ્ય H3N2ના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર : જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 28 બેડ...

H3N2ના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર : જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 28 બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરાઇ…

221
0

જામનગર : 22 માર્ચ


જામનગર સહિત રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે…. જેના પગલે જામનગરમાં પણ જી.જી. હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે…. આ વાયરસના ગંભીર દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે… જેમાં ઓક્સિજન સાથેના 28 બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે….

કોરોનાએ પુન: માથું ઉચકયું છે… પરંતુ કોરોના કરતા રાજયમાં H3N2 વાયરસના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.. . જે ચિંતાનો વિષય બન્યો છે…. આ સ્થિતિમાં જામનગરમાં પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે… જી.જી. હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ચેટરજીએ જણાવ્યું હતું કે, H3N2 વાયરસના કેસ જામનગર સહિત રાજયમાં વધી રહ્યા છે….ત્યારે તકેદારીના ભાગરૂપે જી.જી. હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં કે જયાં સ્વાઇન ફલુનો વોર્ડ હતો ત્યાં H3N2 વાયરસના ગંભીર દર્દીઓ માટે 28 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે…. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત તમામ આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે… તદઉપરાંત આ માટે હોસ્પિટલના તબીબોને તાલીમ પણ અપાઇ છે… ટેસ્ટીંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું…..

-આટલું ધ્યાન જરૂર રાખો…

  • સાબુથી હાથ નિયમિત ધોવા…
  • સેનીટાઇઝર સાથે રાખવું અને ઉપયોગ પણ કરવો…
  • બીમાર વ્યકિત સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળો..
  • જો તમે છીંક કે ઉધરસ ખાઇ રહ્યા છો તો તમારા મોં ને ઢાંકી દો, કારણ કે વાયરલ ઇન્ફેકશન ઝડપથી ફેલાઇ શકે છે…
  • વાંરવાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો….
  • જો તમે ભીડવાળી જગ્યાએ જઇ રહ્યા છો તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં….

-અસર થાય તો સારવાર શું ?

  • તમે તમારી જાતને હાઇટ્રેડ રાખો, સતત પાણી, પ્રવાહી પીતા રહો, ઉનાળામાં તે ખાસ જરૂરી છે…
  • તાવ, ઉધરસ કે માથાનો દુ:ખાવો હોય તો તેને નજર અંદાજ ન કરો, તુરંત ડોકટરને મળો…
  • ઘરની બહાર નિકળો ત્યારે અચૂક માસ્ક પહેરવાનું રાખો અને બને ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો…
  • તાવ, ઉધરસ કે માથાનો દુ:ખાવો હોય તો તબીબની સલાહ વિના મેડીકલમાંથી સીધી દવા ન લો….

-વાયરસના લક્ષણો..

  • શ્વાસ લેવામાં તકલીફ, નીચું ઓક્સિજન લેવલ છાતી અને પેટમાં દુ:ખાવો, મૂંઝવણમાં રહે….
  • સીઝનલ શરદી, તાવ, ઉધરસ, માથામાં દુ:ખાવો….
અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here