Home Trending Special ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની...

ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની સીધી ભરતી

124
0

 અમદાવાદઃ સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. એ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. ત્યારે અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકારના પંચાયત વિભાગની. રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે.

ગુજરાતના વિવિધ વિભાગોમાં હજારો ખાલી જગ્યાઓ પૂરવા માટે રાજ્ય સરકાર તરફથી થઇ રહેલી જાહેરાત અન્વયે પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પૂરવા માટે બે વર્ષમાં ૧૦,૦૦૦ કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ રાજ્યના ગૃહ વિભાગમાં ૭૦૦૦ જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી.

૧૭૬૦ જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નિમણક પત્રો એનાયત થયાના કાર્યક્રમમાં પંચાયત મંત્રીએ આ પ્રકારની જાહેરાત કરી હતી. જેને કારણે સરકારી નોકરી વાંચ્છુક યુવાનો માટે એક મોટી તક ઉભી થઈ છે. મહાત્મા મંદિરમાં ૧૭૬૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ કહ્યું હતું કે અમારા વિભાગમાં ખાલી પડેલી જગ્યાએ ભરતી કરવા માટેની યાદી બનાવવામાં આવી છે, જેના આધારે બે વર્ષમાં નિયત કરેલી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરાશે.

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા હેલ્થ વર્કરને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં ૧૫૦૦૦ કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે પૈકી બે વર્ષમાં તબક્કાવાર ૧૦ હજારની ભરતી કરવામાં આવશે.

સરકારના કયા કયા વિભાગોમાં જગ્યાઓ ખાલી છે?
રાજ્યના વિભાગો જેવાં કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજીક ન્યાય, ઊર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ-મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ ૧૩૦૦૦ થી | ૧૬૦૦૦ કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર ૧૫ થી ૨૦ ટકા છે, પરિણામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here