ગોધરા: 20 માર્ચ
ગોધરાની નામાંકિત ગણાતી બામરોલી રોડ પર આવેલ કિડ્સ ઇન એક્શન અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ પ્રિ સ્કૂલ નો વાર્ષિક ઉસ્તવ ગોધરાની મા ગાયત્રી નગર ખાતે આવેલ વિશાળ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા.નાના નાના ભૂલકાઓએ વિવધ રંગબેરંગી પહેરવેશ પહેરી ને વિવધ ગીતો ઓર ડાન્સ કરી ને સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા .સાથે સાથે દેશ પ્રેમના ગીતો પર અને ધાર્મિક ગુરુ ના જીવન ચરિત્ર પર વેશભૂષા ધારણ કરી તેમની જીવન ગાથા સંભળાવી હતી.