અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દીકરી સાથે દુષ્કર્મ આચરનારા પિતા સામે કડક વલણ દાખવ્યું છે. જોકે પિતા તરફથી જે વકીલ હતો તેણે વિવાદાસ્પદ નિવેદન રજૂ કરાતા હોબાળો થયો હતો. દીકરી સાથે દુષ્કર્મ આચરવાનું કારણ જણાવતા પિતાએ કહ્યું કે મારી પત્નીના અફેરના કારણે મેં આ પ્રમાણે પગલું ભર્યું છે. તેની સાથે બદલો લેવા માટે પિતાએ આ કુકૃત્ય કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ચોંકાવનારો કેસ ભરૂચનો છે. 26 એપ્રિલે એક મહિલાએ તેના પતિ વિરૂદ્ધ જ દીકરીના દુષ્કર્મનો આરોપ લગાવી કેસ ફાઈલ કર્યો હતો. ત્યારપછી કોર્ટમાં એકપછી એક માહિતીઓ ખુલતા મોટો ધડાકો થયો હતો.
3 મહિનાથી પિતાએ દીકરી સાથે દુષ્કર્મ કર્યું
26 એપ્રિલે મહિલાએ તેના પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે પતિ સાથે તેના સંબંધો સારા નહોતા તથા બંને વચ્ચે શારિરિક સંબંધો પણ બંધાતા નહોવાનો દાવો કરાયો હતો. તેવામાં હવે વારંવાર ઝઘડાને કારણે પત્ની અને પતિ વચ્ચે યોગ્ય સંબંધો નહોતા રહ્યા. આ દરમિયાન પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચરી પિતાએ તમામ હદો વટાવી દીધી હતી.
પિતાએ કોર્ટમાં કરી જામીન અરજી
12 વર્ષની દીકરીએ જ્યારે આ અંગે માતાને વાત કરી તો તે સ્તબ્ધ થઈ ગઈ હતી. દીકરીના જણાવ્યા પ્રમાણે તેના પિતા છેલ્લા 3 મહિનાથી એની સાથે દુષ્કર્મ આચરી રહ્યા છે. જોકે ત્યારપછી કાયદેસરની કાર્યવાહી થઈ દુષ્કર્મ આચરનારા પિતા સામે કડક પગલાં પણ ભરાયા હતા. હવે આ ઘટનાને લગભગ 1 વર્ષથી વધારેનો સમય પસાર થઈ ગયો હતો. દુષ્કર્મ આચરનારા પિતાએ કોર્ટમાં જામીન અરજી કરતા જોવાજેવી થઈ હતી.
વકીલે વિચિત્ર કારણ જણાવતા ચકચાર
એક વર્ષ પછી, જ્યારે આરોપી વ્યક્તિની જામીન અરજી હાઈકોર્ટમાં સુનાવણી માટે આવી, ત્યારે તેના વકીલે રજૂઆત કરી કે પતિ-પત્ની વચ્ચે સારા સંબંધો નહોતા અને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિને શંકા હતી કે પત્નીનું કોઈની સાથે અફેર છે અને “આના કારણે એ વ્યક્તિએ પોતાની બદલો લેવા માટે પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરી દીધું હતું.
જામીન અરજીનો થયો ઉગ્ર વિરોધ
તેવામાં ફરિયાદી પક્ષના વકીલે જામીન અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે આરોપી તરફથી એક માત્ર બહાનું “એકદમ અતાર્કિક” હતું કે તેણે તેની પત્ની સામે બદલો લેવા માટે આવો જઘન્ય ગુનો કર્યો હતો. નોંધનીય છે કે પતિ અને પત્નીના ઝઘડા અને દીકરી પર દુષ્કર્મ કરવું એ વિપરિત ઘટનાક્રમ છે.
ફરિયાદી પક્ષના વકીલે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યો
આની સાથે તેમણે એવી રજૂઆત કરી હતી કે જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો તે અન્ય યુવતીઓ માટે પણ જોખમી બની રહેશે. તેણે દલીલ કરી, “એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પિતા પોતાની દીકરીના રક્ષક હોય છે. બાળકની સારસંભાળ રાખવાની હોય. આ પ્રમાણે બદલાની ભાવનાથી નિર્દોષ બાળકીને પિંખી નાંખવી યોગ્ય ન ગણાય. આ કેસ અંગે બહાર જાણ પણ થઈ તો લોકોનો પિતા અને પુત્રી વચ્ચેના પવિત્ર સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જશે.