Home Other દ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા ગુજરાતમાં પ્રથમ વખત શાકભાજીના છોડનુ વાવેતર

દ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા ગુજરાતમાં પ્રથમ વખત શાકભાજીના છોડનુ વાવેતર

174
0

ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિ થી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા વિવિધ પ્રકારના શાકભાજી ના છોડનુ વાવેતર દ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા ગુજરાતમાં પ્રથમ વખત કરાયુ છે શુ છે આ ટેકનોલોજી જોઈએ આ અહેવાલમાં.

આમ તો કોઈપણ છોડ નુ વાવેતર બીજ દ્રારા જ કરવામાં આવતુ હોય છે ત્યારે ઈઝરાયલ તુર્કી સહિત ના દેશોમાં તમામ છોડ નુ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા વાવેતર કરવામાં આવે છે. જેના કારણે છોડમાં કોઈપણ પ્રકારના વાઈરસ આવતા નથી તો સાથે ડ્રાફ્ટીગ કરેલ છોડના મુડીયા જમીનમાં અંદર સુધી જાય છે જેના થકી છોડને ખોરાક પણ વધુ મળે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે ત્યારે સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર ખાતે આવેલ રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી નો પ્રયોગ કરવામાં આવ્યો છે. રીંગણ ટામેટા અને તરબુચ જેવા છોડમાં પ્રથમ પ્રયોગ કરાયો જેમાં હાલ તો સફળતા મળી છે.

ગુજરાત માં પ્રથમ વખત રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી નો પ્રયોગ કરાયો છે જેમાં ખેડુતો ને પણ ફાયદો થયો છે. જે ખેડુતો વર્ષોથી શાકભાજી ની ખેતી કરતા હતા તેવા ખેડુતો ને આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા છોડ તૈયાર કરાયા છે તે છોડ નુ વાવેતર કર્યુ હતુ જેના થકી ખેડુતો ને વધુ ઉત્પાદન ઉત્પાદન મળી રહે છે તો જે ઉત્પાદન થાય છે તે ક્રોપ નો ગ્રોથ સારો હોય છે અને સાઈનીંગ પણ અન્ય કરતા સારી હોય છે જેના થકી અન્ય કરતા ડ્રાફ્ટીંગ ટેકનોલોજી થી ઉછરેલ પાકનો ભાવ સારો મળે છે અને વેચાણ પણ તેના દેખાવ ને લઈને થઈ જાય છે. અન્ય પાક કરતા આનુ ખેતીમાં ઉત્પાદન બે થી ત્રણ ઘણુ મળે જે જેને લઈને ખેડુતો ને આર્થિક ફાયદો પણ થાય છે.

ખેતીમાં અવનવી ટેકનોલોજી આવી ગઈ છે અમે જેના થકી ખેડુતો સારુ ઉત્પાદન મેળવી રહ્યા છો ત્યારે આ નર્સરીમાં ગુજરાત માં પ્રથમ વખત ટ્રાયલ કરેલ છોડનુ ઉત્પાદન પર વધુ મળ્યુ છે તો આ ઉપરાંત આર્થીક ફાયદો થતા ખેડુતો માટે આશીર્વાદ રૂપ પણ નિવળ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here