Home ટૉપ ન્યૂઝ રાજ્ય સરકારનો મોટો નિર્ણય , 157 નગરપાલિકાઓને 100 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકારનો મોટો નિર્ણય , 157 નગરપાલિકાઓને 100 કરોડ ફાળવ્યા

96
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રજાના હિત માટે મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 157 નગરપાલિકાઓને રોડ રિસરફેસિંગના કામો માટે કુલ રૂ. 100 કરોડ ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં શહેરી વિસ્તારના નાગરિકોની આરામ અને સુવિધા વધારવા વધુ એક સરાહનીય નિર્ણય લીધો છે.

 રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદને લીધે રસ્તાઓ ધોવાઇ જતાં નુકશાન થતાં તે નુકશાનીના રિપેરીંગ માટે થતાં ખર્ચ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મંજુરી અપાઇ છે. CM ભૂપેન્દ્ર પટેલે માર્ગોની નુકશાની બાદ થતાં ખર્ચ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.

 સરકારી સુત્રો મુજબ 100 કરોડની રકમમાંથી ફાળવવામાં આવેલા નગરપાલિકાની યાદી આ પ્રમાણે છે. જેમાં ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડ પ્રમાણે 22 કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા ૬૦ લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.

વાત કરીએ તો નગરપાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામ માટે GMFB (ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ) મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાઇ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here