અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનના અભાવનો એક પૂરાવો સામે આવ્યો છે. જેમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે વ્હાઇટ ટોપિંગ રોડ બનતાની સાથે તોડવાની જરુર પડી હતી. પાણી અને ડ્રેનેજ લાઇનનું લીકેજ હોવાનું જણાવી નવા રોડને તોડવામાં આવ્યો. ત્યારે ડ્રેનેજ લીકેજનું રીપેરીંગ કર્યા વિના પહેલાં રોડ બનાવી દેવાયો છે. બાદમાં AMC ને યાદ આવતાં હવે રોડ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે.
આ અગાઉ અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના મકાન પાસે બનેલા રસ્તાને લઇ મોટો વિવાદ થયો હતો. ત્યારે વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા વ્હાઇટ ટોપિંગ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.