RAPIDEX PM Modi: PM નરેન્દ્ર મોદીએ 20 ઓક્ટોબરના રોજ ગાઝિયાબાદ ખાતે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રૂટ પર દોડતી RAPIDEX ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમની સાથે UP CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રાથમિકતા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આ પ્રદેશમાં મુસાફરીને સરળ બનાવશે. મોદીએ સાહિબાબાદ અને દુહાઈ ડેપો સ્ટેશનોને જોડતી ‘નમો ભારત’ ટ્રેનને લીલી ઝંડી આપી હતી ત્યારે ભારતમાં ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) ની શરૂઆત કરી.
વાત કરીએ તો આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ત્યારે વડાપ્રધાને ટ્રેનના મુસાફરો અને ક્રૂ મેમ્બરો સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના સાહિબાબાદ સ્ટેશન પર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કોરિડોર પૂર્ણ થયા બાદ દિલ્હી અને મેરઠ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને એક કલાકથી ઓછો થઈ જશે.જેથી મુસાફરોને રાહત મળશે.
ભારતની પ્રથમ અર્ધ-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા 21 ઓક્ટોબરથી મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનમાં સીસીટીવી કેમેરા, ઈમરજન્સી ડોર, ચાર્જિંગ પોઈન્ટ, કોચ એટેન્ડન્ટ સહિત અનેક આધુનિક સુવિધાઓ છે.