Home કાલોલ પંચમહાલ જીલ્લા કલેકટરના હુકમને પગલે કાલોલ પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધતાં...

પંચમહાલ જીલ્લા કલેકટરના હુકમને પગલે કાલોલ પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધતાં દુકાનદારના સમર્થકોમાં હડકંપ ….

269
0

કાલોલ શહેરમાં ગોધરા હાઇવે સ્થિત અંબિકા હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટમાં 30 થી 35 વર્ષથી દુકાન બાંધીને દુકાન ચલાવતા દુકાનદાર વિરુદ્ધ સોસાયટીના મંત્રી સહિતના અરજદારોની પંચમહાલ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતને પગલે તાજેતરમાં દુકાનદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

કાલોલ નગર સ્થિત અંબિકા હાઉસિંગ સોસાયટીના મંત્રી પુષ્પકકુમાર શશીકાંત શાહની ફરિયાદની વિગતો અનુસાર તેમની અંબિકા સોસાયટીમાં કોમન પ્લોટની જગ્યા ઉપર આજથી આશરે ૩૦ થી ૩૫ વર્ષ અગાઉ ૨મેશચન્દ્ર દરજીએ દુકાન બનાવી તે દુકાનમાં દરજી કામ કરતા હોય એ જમીન અંગે અંબિકા હાઉસિંગ સાસોયટીના બદલાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી દ્વારા ગત વર્ષે દુકાનદારને જણાવેલ કે, તમે આ દુકાન જે જમીન ઉપર બનાવેલ છે તે જમીન સોસાયટીનો કોમન પ્લોટ હોવાથી તમારી પાસે જમીનનો કોઇ દસ્તાવેજ હોય તો બતાવો અથવા તમે જમીનનો કબ્જો ખાલી કરો તેવું જણાવતાં દુકાનદારે દુકાનની આકારણી બતાવી હતી. જે આકારણી બાબતે સોસાયટીના પ્રમુખ મંત્રીએ ગત તા. 6 જાન્યુઆરી 2023 ના રોજ પાલિકાના ચિફ ઓફિસરને RTI હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવેલી કે હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટની જમીનમાં દુકાન ધરાવતા કબ્જેદાર દુકાનદારઓને જે મકાન આકારણી આપેલ હોય તેના તમામ આધાર પુરાવા પુરા પાડની માહિતી માંગતા અંતે પાલિકાએ ગત તા. 28-4-2023 ના રોજ પત્ર પાઠવીને અંબિકા હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવેલ દુકાનના કબ્જેદારની માલીકી અંગેનો કોઇ પુરાવો ન હોઇ તેમની આકારણી જરૂરી કાર્યવાહી કરી રદ કરવામા આવશે તેવુ જણાવેલ હતુ, તદ્ઉપરાંત અંબિકા હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટની બાજુની જમીન પ્લોટના મૂળ માલિકોની સાથે દુકાનદારના પિતાના નામની ભેળસેળનો પણ પર્દાફાશ થયો હતો. પંચમહાલ જિલ્લા કલેકટરને કરેલી ઓનલાઇન અરજીને તાજેતરમાં હાથ ધરાયેલી સુનાવણીને આધારે ગુજરાતના લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ-2020 હેઠળ ગેરકાયદે કબજો ધરાવતા દુકાનદાર વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા તાજેતરમાં હાઉસિંગ સોસાયટીના મંત્રીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગેરકાયદે કબજો ધરાવતા દુકાનદાર વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત ધારાઓ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here