બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો શુક્રવારે જન્મદિવસ હતો અને અભિનેત્રી હવે 36 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ નિમિત્તે પરિવાર, મિત્રોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
https://www.instagram.com/p/Cs_AUcDsYEK/?utm_source=ig_web_copy_link
જોકે, આ બધાની વચ્ચે સોનાક્ષીના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે જન્મદિવસ પર કરેલ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. આ સાથે ઝહીર ઈકબાલે અભિનેત્રી પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.
આ પહેલીવાર છે જ્યારે ઝહીર ઈકબાલે સોનાક્ષીને આઈ લવ યુ કહ્યું હતું. જોકે, બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે અને તેના કારણે જ બંને વચ્ચે કંઈ ચાલી રહ્યું હોવાની વાતો પહેલા પણ વહેતી થઈ હતી. ત્યારે આખરે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોનાક્ષી અને ઝહીર વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. હવે આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકો માની રહ્યા છે કે આ સોનાક્ષી અને ઝહીરના સંબંધની સત્તાવાર જાહેરાત છે.