ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: આજે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અમદાવાદ, ખેડા, દાહોદમાં મેઘરાજા કરી શકે છે ધમાકેદાર બેટિંગ
ગત રોજ સવાર છ કલાકથી બપોરના બે કલાક સુધીમાં આણંદ જિલ્લામાં કુલ ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૪૬૫ મીમી. વરસાદ નોંધાયો છે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઠેર ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસવાનું જારી રહ્યું છે. સવારના છ થી બપોરના બે કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૩૩ મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં ખંભાત તાલુકામાં સૌથી વધુ ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. તારાપુર તાલુકામાં ૨ મીમી, પેટલાદ તાલુકામાં ૧૦ મીમી, ઉમરેઠ તાલુકામાં ૨ મીમી, બોરસદ તાલુકામાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.