Home Trending Special પેટલાદ ખાતે મતદાર જાગૃતિ રેલી યોજાઈ , કોલેજના વિદ્યાર્થીઓએ મતદારોને અચૂક મતદાન...

પેટલાદ ખાતે મતદાર જાગૃતિ રેલી યોજાઈ , કોલેજના વિદ્યાર્થીઓએ મતદારોને અચૂક મતદાન કરવાનો સંદેશ અપાયો ….

123
0

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના સાતેય વિધાનસભા મતદાર વિસ્તારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કામગીરી કરવામાં આવી રહી છે.

જે અન્વયે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે સ્વીપ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ રેલી યોજાઇ હતી. કોલેજ ચોક્ડીથી આરંભાયેલ આ રેલીને જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એન.કે.હાઇસ્કૂલ સુધી યોજાયેલ આ રેલીમાં આવતાં વિવિધ વિસ્તારોના મતદારોને વિદ્યાર્થીઓ દ્વારા અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. રેલીમાં જોડાયેલા પેટલાદ તાલુકાની આર.કે.પરિખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઇપકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન તથા કોમર્સ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના વિવિધ પોસ્ટર્સ પ્રદર્શીત કરવામાં આવ્યાં હતા. આ રેલી દરમિયાન ઈવીએમ અને વીવીપેટ અંગે એલ.ઇ.ડી. મોબાઇલ વાન દ્વારા મતદારોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ મતદાન રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારી પી.આર.જાની, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here