Home અંબાજી દાંતા તાલુકા ના કૂકડી ગામે થી રણુજા ની યાત્રાએ નીકળેલા શ્રધ્ધાળુઓ ને...

દાંતા તાલુકા ના કૂકડી ગામે થી રણુજા ની યાત્રાએ નીકળેલા શ્રધ્ધાળુઓ ને નડ્યો જીવલેણ અકસ્માત……

139
0

દાંતા: 21 ઓગસ્ટ


સિરોહી નજીક રાત્રિ ના સમયે ટ્રક – ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે ભિંડત થતાં ૪ લોકો ના ઘટનાસ્થળે મોત, અન્ય ૨૬ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સુમેરપુર ,સિરોહી અને પાલનપુરમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ…..

દાંતા – અમીરગઢ તાલુકાના આગેવાન શ્રી નરેશભાઈ રાણા ,ધારાસભ્ય કાંતિ ભાઈ ખરાડી ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તો ની હાલત નું નિરીક્ષણ કરી ,તાત્કાલિક પાલનપુર ખાતે સારવાર માટે પહોચાડવા વ્યવસ્થા કરી ..

દાંતા તાલુકા ના કૂકડી ગામ ના ૩૦ જેટલા યાત્રિકો ટ્રેકટર લઈ કૂકડી ગામે થી રણુજા જવા નીકળ્યા હતા .જ્યાં રાજસ્થાન ના સિરોહી નજીક આ યાત્રિકો ને હાઈ – વે પર ભયંકર માર્ગ અકસ્માત નડ્યો હતો .જેમાં ૪ લોકો ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ૨૬ લોકો ને સારવાર અર્થે સુમેરપૂર્ અને સિરોહી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાબત ની જાણ દાંતા અને અમીરગઢ તાલુકાના ના આગેવાન નરેશભાઈ રાણા અને ધારાસભ્ય કાંતિ ભાઈ ખરાડી અને જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી વાલકી બેન ખબર મળતા તેઓ તાત્કાલિક રાજસ્થાન ના સિરોહી અને સુમેરપૂર ખાતે સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો ને મળ્યા હતા અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો તેમજ મૃત્યુ પામેલા લોકો ના પરિજનો ને મળી સાંત્વના પાઠવી હતી.

રાત્રિ ના સમયે હાઈ – વે માર્ગ પર બનેલ આ ઘટના ને પગલે માર્ગ ભયાનક ચીંસો થી ગુંજી ઉઠ્યો હતો ત્યારે તાત્કાલિક આ ઘટના અંગે જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી ટ્રેકટર માં બેઠેલા યાત્રિકો મુખ્ય હાઈ – વે માર્ગ પર પડેલા હતા તેમને એમ્બ્યુલન્સ વડે નજીક સિરોહી , સૂમેરપુર અને જોધપુર ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં થી ૨૬ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમની સારવાર કરાઇ રહી છે જ્યારે ૪ લોકો આ દુર્ઘટના ના ઘટના સ્થળે મૃત્યુ પામતા સમંગ્ર માહોલ માં શોલ ની લાગણી છવાઈ હતી.ત્યારે દાંતા અમીરગઢ થી ઇજાગ્રસ્તો ને મળવા પહોંચેલા નરેશભાઈ રાણા , દાંતા વિધાનસભા ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સિરોહી, સુમેરપુર્ અને જોધપુર રેફર કરાયેલ ઇજાગ્રસ્તો ને યોગ્ય સારવાર મળે તે માટે હોસ્પિટલ ના અધિકારીઓ ને મળી ને તેમને પાલનપુર હોસ્પિટલ ખાતે રેફર કરવા જણાવ્યું હતું પરંતુ હોસ્પિટલ માં એમ્બ્યુલન્સ સુવિધા ના અભાવ ના લીધે પ્રાઇવેટ વાહન, અને બસ ની વ્યવસ્થા કરી ઇજાગ્રસ્તો ને પાલનપુર હોસ્પિટલ ખાતે પહોચાડ્યા હતા ,તેમજ મૃતકો ના શવ ને તેમના ગામ કૂકડી સુધી પહોચાડવા અન્ય વ્યવસ્થા પૂરી પાડી હતી.

દાંતા તાલુકા ના કૂકડી ગામ ના યાત્રિકો સાથે બનેલ ઘટના ને લીધે સમગ્ર ગામ માં શોક નો માહોલ છવાઇ ગયેલ છે.

અહેવાલ અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here