જૂનાગઢ : 2 મે
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ માં આજે માલધારી સમાજ ના લોકો એ પોતાના પડતર પ્રશ્નો ને લઈ આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં માલધારી સમાજ જોડાયો હતો.માલધારીઓના યુવાન યુવતીઓ એ છેલા ત્રણ વર્ષ થી LRD, કંડક્ટર PGVCL,GPSC જેવી ભરતી માટે પરીક્ષાઓ પાસ કરેલ છે અને પરીક્ષાઓ આપી ભરતી માટે નિમણુક પર કરેલ છે પરંતુ અનુસૂચિત જાતિના પ્રમાણ પત્ર ના ચકાસણી ને બહાને એમ્ કેમ રીતે ભરતીઓ કરવામાં આવી રહી નથી અને ત્યાર બાદ કોર્ટે એ પણ આદેશ કર્યો હોવા છતાં કોર્ટ ના આદેશ નું પણ ઉલંઘન કરી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવી રહ્યા નથી સમાજ ના નેતા અને આગેવાનો દ્વારા પણ અનેક મિટિંગ અનેક આંદોલન થયા પરંતુ માટે સાંત્વના જ આપવામાં આવી રહી છે અગાઉ પણ માલધારી સમાજ માટે 2 આગેવાનો એ આત્મવિલોપન કરેલ અને આજે પણ માલધારી સમાજ ની એકજ માંગ છે કા તો નોકરી આપો નહિ તો આત્મવિલોપન ની પરવાનગી આપો ..આજે મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું ત્યારે મામલતદાર શ્રી એ પણ તેમની રજુવાત સરકાર સુધી પહોંચાડવાની બાહેંધરી આપેલ