Home ક્ચ્છ કચ્છના રેવન્યુ વિભાગ દ્વારા કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી

કચ્છના રેવન્યુ વિભાગ દ્વારા કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી

191
0
કચ્છ : 4 માર્ચ

ભરૂચના સાંસદ દ્વારા નાયબ મામલતદાર અને મામલતદાર સાથે અસભ્ય વર્તન અંગે કચ્છના તમામ મહેસુલ વિભાગના કર્મચારીઓએ ગુરૂવારે પોતાનો વિરોધ નોંધાવી કાળી પટ્ટી ધારણ કરી હતી. આ ઉપરાંત કલેક્ટરને આવેદનપત્ર આપી માફી માગવાની માગણી કરી હતી.


ક્ચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સાથે વાણી વિલાસ વાળી ભાષામાં તોછડું વર્તન કર્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં તમામ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારો સહિતનો તમામ સ્ટાફ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરી ફરજ બજાવી હતી. સાંસદ વિરુદ્ધ પગલાં લેવા માટે માગણી કરી હતી અને માસ સી.એલ પર પણ ઉતરી વિરોધ કરશે.

 

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here