Home કાલોલ પંચમહાલમાં એક વિદ્યાર્થીનિએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા પરીક્ષા આપી અભ્યાસ નું મહત્વ...

પંચમહાલમાં એક વિદ્યાર્થીનિએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા પરીક્ષા આપી અભ્યાસ નું મહત્વ સમજાવ્યું.

78
0

પંચમહાલ ના કાલોલ માં પરીક્ષા પ્રથમ.. લગ્ન પછી… નો સંદેશ આપતી વિદ્યાર્થીની.

શ્રી એમ. એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલમાં અત્યારે એમ.એ.સેમેસ્ટર 4 ની યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આજરોજ કોલેજની વિદ્યાર્થિની શ્રદ્ધાબેન જીતેન્દ્રસિંહ બારીયા જેઓ એમ.એ. સેમેસ્ટર 04 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરે છે.

તેઓનું આજે સાંજે છ કલાકે લગ્ન છે, તેમ છતાં તેઓ દુલ્હનના જોડામાં પરીક્ષા આપવા હાજર રહ્યા અને પોતાની કારકિર્દીને પ્રાધાન્ય આપ્યું છે.

કોલેજના આચાર્ય ડૉ.કિશોર વ્યાસ ,એમ.એ. ના કૉ-ઓર્ડિનેટર ડૉ. અર્જુનસિંહ ગઢવી,ડૉ.રાજેશ પટેલ અને ડૉ. હરેશભાઈ સુથાર તદુપરાંત એમ.એ. સર્વે વિદ્યાર્થીઓએ શ્રદ્ધાબેનને તેમના સફળ દાંપત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here