વડોદરા સમેત સમગ્ર ગુજરાત માટે 18 તારીખના રોજ બનેલ હરણી તળાવ દુર્ધટના કાળો દિવસ છે. દુર્ઘટનામાં અનેક બાળકોના જીવ ગયા. વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈ સ્કૂલના બાળકો પીકનીક પર આવ્યા હતા ત્યારે બોટિંગ કરતા સમયે જ બોટ પાણીમાં પલટાઈ ગઈ અને 17 જેટલા લોકોના મોત થયા. ત્યારે હવે આ મામલે સરકાર એક્શનમાં આવી છે
દ્વારકામાં યાત્રાધામ અખોથી બેટ દ્વારકા સુધી લોકોને પરિવહન માટે બોટ સર્વિસના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ સાથે બંને ફેરી બોટ સર્વિસને દંડ પણ ફટકારવામાં આવ્યો છે મોલ વિસા અને નીલ ગંગા બોટમાં લાઈફ જેકેટ ના રાખવા મામલે લાયસન્સ રદ કરાયું અને દંડ પણ કરાયો છે. મેરી ટાઈમ બોર્ડ નો નવો હુકમ ના થયા ત્યાં સુધી બંને ફેરી બોટ સર્વિસના લાયસન્સ રહેશે તેમ જણાવ્યું છે
હરણી તળાવ દુર્ઘટનાની વાત કરીએ તો તળાવમાં બોટ પાર્ટી પલટી મારી જતા શિક્ષકો સાથે 27 જેટલા બાળકો ડૂબ્યા હતા જેમાં બધા બાળકો નાના હતા. બોટીંગ દરમિયાન કેપીસીટી કરતાં વધુ બાળકો ને બોટમાં બેસાડાયા હતા તે કારણે અચાનક જ તળાવમાં બોટ પલટી મારી હતી બોટ પલટી મારી જતા 23 જેટલા વિદ્યાર્થી અને 4 જેટલા શિક્ષકો તળાવમાં ડૂબ્યા હતા. આખી ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હોવાની ખબર છે.