કાલોલની અમ્રિત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ GUJCOST દ્વારા સાયન્સ સીટી અમદાવાદ ખાતે તા. 30મી નવેમ્બરથી 2 ડિસેમ્બર 2023 દરમ્યાન યોજાયેલ 31 માં રાજ્ય કક્ષાના NCSCમાં ભાગ લઇને તેમની પ્રતિભાનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જેથી રાજ્ય કક્ષાએ ભાગ લેનારા અમ્રિત વિદ્યાલયના તમામ સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 5મી ડિસેમ્બરે જિલ્લા કલેક્ટર કચેરી, ગોધરા ખાતે આમંત્રિત કરીને વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના સંચાલક ડૉ.સુજાત વલી દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જયારે ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક શાળાને એક ટેલિસ્કોપનું વિતરણ કર્યું હતું.
પંચમહાલ જીલ્લા કલેક્ટર વિદ્યાર્થીઓ સાથે થોડો સમય વિતાવ્યો અને યુવા પ્રતિભાઓને આવી નવીનતાઓનું સર્જન કરતા રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના સહકાર માટે અમ્રિત વિદ્યાલય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.