“આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલ એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સશક્ત દિકરી, સુપોષીત ગુજરાત અભિયાન અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો. ઉદ્દઘાટન સત્રમાં કોલેજના પ્રમુખ નટવરસિંહ ચૌહાણે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતુ. મુખ્ય મહેમાન અને ઉદ્દઘાટક તરીકે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ, જિલ્લા પંચાયત ICDS શાખાના પ્રોગ્રામ ઓફીસર રમીલાબેન ચૌધરી, CDPO રમીલાબેન ખાંટ, ગોધરા મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PI એસ.પી.ગુટિયા, APMC ચેરમેન ઝવરસિંહ બારીયા, સરપંચ વિરભદ્રસિંહ ઠાકોર, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન બારીયા, આર્ટ્સ કોલેજના પ્રીન્સિપાલ ડૉ. ડી. આર. અમીન, પ્રકાશ મા. શાળાના પ્રિન્સિપાલ તરુણસિંહ જાદવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મહિલા સ્ટાફ, આંગણવાડી સંચાલક બહેનો, શાળા કોલેજની બાલિકાઓ, ગામની મહિલાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળા કોલેજની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા.વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પાંચ વિદ્યાર્થિનીઓ પરમાર શોભનાબેન, બારીયા વર્ષાબેન, વણકર પ્રીતિબેન, રાઠવા ઉર્મિલાબેન, બારીયા રક્ષાબેનને ઈનામો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. મહિલાઓ માટે કારકિર્દી, સલામતી, સ્વાસ્થ્ય, ગૃહઉદ્યોગો, પ્રાકૃતિક ખેતી, આયુષ્યમાન યોજના, અભયમ 181, મિલેટ્સ વાનગીઓ, સુપોષણ સલાહ વગેરેની માહિતી આપવા માટે માર્ગદર્શક પત્રિકા અને પુસ્તિકાનું વિતરણ કરતા 10 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને તજજ્ઞોએ મહિલા સુરક્ષા, સુપોષણ, શિક્ષણ, રોજગાર, મહિલાઓ માટેની યોજનાનો અને કાયદાઓ વિશે જાણકારી આપી હતી.
અહેવાલ – કંદર્પ પંડ્યા , પંચમહાલ