Home રાજ્ય દાહોદ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો

દાહોદ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો

165
0

દાહોદ વહીવટી તંત્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોડ ની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે એકઝીબિશન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, ઓપડીપી બઝાર ના વિવિધ વિષયો ઉપર 24 જેટલા સ્ટોલ સાથે ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે 2003માં આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરી હતી અને આજે 135 દેશ આમાં ભાગ લેછે વાઇબ્રન્ટ ગુજરાતમાં અત્યાર સુધી 28000 mou થયા હતા જેમાંથી 21360 ઉદ્યોગ શરૂ થઈ ગયા છે એટલે નરેન્દ્ર મોદી માત્ર વાતો નહિ અમલ કરી અને પરિણામ સુધી દરેક યોજનાઓ ને પહોચાડે છે દાહોદના ઘણા ઉદ્યોગપતિ પણ દાહોદ નું નામ સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ શિખરે પહોંચાડ્યો છે અને આમજ દાહોદ ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં ગુંજતું આપડા વડા પ્રધાન રાખી રહ્યા છે અને સાથે સાથે વિકાસ કરી રહ્યા છે અને આપડે તેમની સાથે સાથે વિકાસમાં સાથે જોડાઈ અને આગળ વધીએ અને ઉદ્યોગ થકી લોકોને રોજગાર મળી રહે અને ગુજરાતના દરેક જિલ્લા ને વાઇબ્રન્ટ જિલ્લા બનાવીએ અને વડાપ્રધાન મોદીના 2047માં વિકસિત ભારત બનાવવાના સપનામાં સહભાગી બનીએ.

વાઇબ્રન્ટ ગુજરાત ને 20 મુ વર્ષ ચાલે છે જેના ભાગરૂપે આજે વાઇબ્રન્ટ દાહોદ કાર્યક્રમ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ગોવિંદનગર દાહોદ ખાતે યોજાયો હતો જેમાં વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ,પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા . તેમજ રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય સર્વ કનૈયાલાલ કિશોરી, મહેશભાઇ ભૂરિયા, શ્રી શૈલેષ ભાઈ ભાભોર,અને મહેન્દ્રભાઈ ભાભોર ઉપસ્થિત દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોંસાવી એ સ્વાગત સ્પીચ આપી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા તેમજ ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા ઉદ્યોગ અધિકારી એ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here