સમગ્ર ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કમમાં વાદળ ફાટવાથી ભયનો માહોલ સર્જાયો છે. મંગન જિલ્લાના ચુંગથાંગના ઉપરવાસમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીના જળસ્તરમાં અચાનક અને ખતરનાક વધારો થયો હતો. કુદરતી આપત્તિના પરિણામો ગંભીર છે. સેનાના ઘણા જવાનો પણ ગુમ થયા છે. તેમની શોધખોળ ચાલુ છે.
ઉત્તર સિક્કિમમાં બુધવારે એક મોટો અકસ્માત થયો. અહીં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું છે. ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે. આ દરમિયાન સેનાના 23 જવાનો લાપતા છે. પાણીના પ્રવાહથી તેઓ વહી જવાની સંભાવના છે. ઘણા લોકોના ઘર અને વાહનો કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સિક્કિમના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ, ડેમ, પુલ તમામને ભારે નુકસાન થયું છે. ત્રિપુરામાં ગત રાત્રિથી સતત ભારે વરસાદ ચાલુ છે. તિસ્તા નદીનું જળસ્તર રાતોરાત ખતરનાક સ્તરે પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે. સંરક્ષણ PRO એ જણાવ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક વાદળ ફાટવાથી સમગ્ર રાજ્યમાં તબાહી મચી ગઈ છે. નદી-નાળાઓમાં કાંપ જમા થવાને કારણે પાણી નિકાલ બંધ થઈ ગયો છે અને પરિણામે વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.
ચાંગથાંગ ડેમને નુકસાન
ગંગટોક અને પાક્યોંગ જિલ્લાના સિંગતમ અને રંગપો નગરો જેવા નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક વિનાશ થયો હતો. સિક્કિમના ચુંગથાંગમાં ડેમને નુકસાન થયું છે, ત્યારબાદ પાણી અચાનક ઓવરફ્લો થઈ ગયું છે. તિસ્તા નદીમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
લોકોને કરાયા એલર્ટ
સિક્કિમ અને કાલિમપોંગ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિને જોતા તિસ્તા, રંગફો, સિંગતમ અને અન્ય નજીકના વિસ્તારોના રહેવાસીઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.