કેન્સર એક એવો રોગ, જેનું નામ સાંભળતાં જ દર્દી અને તેના પરિવારના હોંશ ઊડી જાય છે. આમેય જો કોઈ સામાન્ય પરિવારના સભ્યને કેન્સર જેવી ગંભીર બિમારી થાય તો તો આખો પરિવાર દુઃખમાં સરી પડે છે. અત્યારના સમયમાં કેન્સર થવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે લોકોની જીવનશૈલી અને ખાવાપીવાની આદતો. આવો જાણીએ કેન્સર કઈ રીતે થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.
આ વસ્તુઓથી થઈ શકે છે કેન્સર
લોકોને એમ લાગે છે કે, તમાકુ અને દારૂના સેવનથી જ કેન્સર થાય છે, પરંતુ આવું નથી અમે આપને એ જણાવવા જઈ રહ્યા છે કે, આનાથી પણ વધારે જો કોઈ ખતરનાક હોય તો તમારા જ રસોડામાં રાખેલી આ વસ્તુઓ છે, જેનાથી કેન્સર થઈ શકે છે. તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓથી પણ તમે કેન્સરને નોતરી શકો છો. રસોડામાં જ્યાં વાસણ ધોવો છો. તે નળથી નીકળતા પાણીથી પણ કેન્સર થઈ શકે છે. આ નળના પાણીમાં ઘણા કિટાણુ અને ઝેરીલા તત્વો હોય છે, જે કેન્સર સેલ્સને વધારે છે. ઉપરાંત રસોડામાં સફાઈ માટે ઉપયોગમાં લેવાતું ડસ્ટિંગ ક્લોથ ઘણું ગંદું હોય છે. તેનાથી ફૂડ પોઈઝનિંગ અને કેન્સરનો ડર રહે છે.
પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડમાં હોય છે જોખમી બેક્ટેરિયા
પ્રોસેસ્ડ મિટથી કોલોરેક્ટલ અને પેટનું કેન્સર થવાનું જોખમ છે. કારણ કે, પ્રોસેસ્ડ ફૂડમાં સુગર, તેલ અને ફેટ હોય છે. ઉપરાંત રિફાઈન્ડ ઓઇલની ગંધને દૂર કરવા માટે એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેન્સર અને હૃદયની બિમારી થવાનું જોખમ હોય છે. તો પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડમાં ખતરનાક બેક્ટેરિયા હોય છે, જેનાથી કેન્સર થઈ શકે છે. તો ઘરમાં ડબ્બામાં બંધ અથાણુંના સેવન કરવામાં આવે છે. આ પ્રકારના અથાણામાં નાઈટ્રેટ, મીઠું અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેન્સરનું જોખમ વધે છે.
કેન્સર પાછળ જીવનશૈલી પણ મહત્વનું કારણ
બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે કેન્સરના વધુ પડતા કેસ જોવા મળી રહ્યા છે. તો મેંદાના સેવનથી પણ કેન્સરનું જોખમ વધે છે. મેંદામાં સફેદ કલર માટે ક્લોરિન ગેસનો ઉપયોગ થાય છે, જેનાથી કેન્સર થવાની શક્યતા રહે છે. તો આ તરફ બીજી વિગતો પર ધ્યાન આપીએ તો, લોકોને એવું લાગે છે કે, તમાકુ, સિગારેટ અને દારૂના સેવનથી કેન્સર થાય છે, પરંતુ આ વિચારવું ખોટું છે. કારણ કે, જાણકારોનું માનવું છે કે, મેદસ્વીપણાના કારણે પણ કેન્સર થઈ શકે છે. કારણ કે, મેદસ્વીપણાના કારણે ડાયાબિટીસ અને હાઈ બિપીની સમસ્યા થવી સામાન્ય વાત છે, પરંતુ હાલમાં જ થયેલા એક અભ્યાસથી જાણવા મળ્યું હતું કે, મેદસ્વી લોકોને પણ અનેક પ્રકારના કેન્સર થવાની શક્યતા છે.