Home આણંદ આણંદમાં મહિલા તબીબ બન્યા ઓનલાઇન ઠગાઇનો શિકાર …. જુઓ ક્યાં કર્યું રોકાણ...

આણંદમાં મહિલા તબીબ બન્યા ઓનલાઇન ઠગાઇનો શિકાર …. જુઓ ક્યાં કર્યું રોકાણ તો ગુમાવ્યા 80 લાખ …

374
0

રાજ્યભરમાં સાયબર ક્રાઇમના અટેકમાં એજ્યુકેટેડ લોકો પણ આવા ગઠિયાઓના શિકાર બનતા હોય છે. ત્યારે આણંદ જિલ્લામાં એક મહિલા તબીબ સાથે ક્રિપ્ટો કરન્સી અને ટેલિગ્રામ ચેનલ પર ટાસ્કના બહાને નફો કમાવવાની લાલચ આપી 80 લાખની ઠગાઈ આચરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમની વાત કરીએ તો જિલ્લામાં એક જ દિવસમાં 6 જેટલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, આણંદ શહેરમાં નિશાંત આઈ હોસ્પિટલ પાસેના કલ્પવૃક્ષ લાઈફ સ્ટાઈલ ખાતે સખીબેન ઠક્કર પતિ મનીષભાઈ ઠક્કર સાથે રહે છે. અને સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ વડતાલ ખાતે એનેથેસ્ટીસ્ટ તરીકે વર્ષ 2021થી નોકરી કરે છે. ડોક્ટર સખી ઠક્કરને મોબાઇલ પર ગત 28મી એપ્રિલે વોટ્સએપ પર મેસેજ આવ્યો. જે મેસેજમાં રસ જાગતાં તબીબે પોઝીટીવ રિપ્લાય કરતાં સામેથી ટેલિગ્રામની લિંદ આવી હતી.જેના પર કલીક કરતા ટેલિગ્રામ એપ્લિકેશન નામથી ગ્રુપમાં એડ થયા હતા. તેના ગ્રુપ એડમીન તરીકે કેરીન પોતે હતી. આ ગ્રુપમાંથી નેટાલીઈની યુઝર લીંક મોકલવામાં આવી હતી. યુટ્યુબ વિડિયો લાઈક કરવાનો ટાસ્ક આપ્યો હતો.
જેમાં એક વિડિયો લાઈક કરવાના 50 રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી ત્રણ વિડિયો લાઈક કરીને ગ્રુપમાં સ્ક્રીનશોટ મૂક્યો હતો. જેથી ડોક્ટર સખી ઠક્કરના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં 150 રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ કેરીન નામના ટેલિગ્રામ એકાઉન્ટ મારફતે ડોક્ટર સખી ઠક્કરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું.અને તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં રોહિત પરમાર નામના એકાઉન્ટમાં ગુગલ પેથી 1 હજારનું રોકાણ કરતા 1480 પરત મળ્યા હતા.
મરચન્ટ ટાસ્ક કરવાથી વધુ પૈસા મળશે તેવી લાલચ આપતા 3600નું રોકાણ કરાવીને 4680 પરત મળતા વધુ રોકાણ કરવાથી મોટી રકમ પરત મળશે તેવી લાલચ આપી હતી. આમ, રોકાણ કરતાં વધુ પૈસા મળતાં જ ડોક્ટર સખી ઠક્કર વિશ્વાસમાં આવી ગયા હતા.અને ગઠિયાઓની વાતોમાં આવેલા તબીબે અલગ અલગ સમય દરમિયાન, બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપિયા 80.04 લાખનું રોકાણ કર્યું હતું. જોકે, આ વાતને ઘણો સમય થવા આવ્યો હોવા છતાં પણ તેમને નફો ન મળતાં તેમણે અવાર-નવાર સંપર્ક કર્યો હતો. પરંતુ તેમના ફોન સ્વીચ ઓફ આવતા હતા. આમ, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા જ તેમણે આ મામલે અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકો અને ટેલિગ્રામ આઈડી વાપરનારાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here